Stock market: માર્કેટમાં નીચલા લેવલેથી મજબુત રિકવરી, આ શેરમાં જોવા મળી તેજી
બજેટ રજૂ થયા બાદ ગુરૂવારે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીને ક

બજેટ રજૂ થયા બાદ ગુરૂવારે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બાદમાં શેરબજારમાં નીચલા સ્તરેથી ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર વી આકારમાં રિકવર થયું હતું.
માર્કેટ બંધ થવા સુધીમાં સેન્સેક્સ 109ના ઘટાડા સાથે 80,039ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી માત્ર 7 પોઈન્ટ તૂટા 24,406ના સ્તરે બંધ થયો છે. આ સપ્તાહના ચારેય ટ્રેડિંગ સેશનમાં બજાર નીચે બંધ થયું છે.
આ શેરો લાલ- લીલા નિશાને થયા બંધ
આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા મોટર્સ 6.17 ટકા, એલએન્ડટી 2.94 ટકા, સન ફાર્મા 2.81 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.67 ટકા, એચડીએફસી બેન્ક 0.72 ટકા, પાવર ગ્રીડ 0.61 ટકા, બજાજ ફાઇનાન્સ 0.59 ટકા, ટીસીએસ 0.39 ટકા, એચસીએલ 0.23 ટકાના વધારા સાથે બંધ થયા.
એક્સિસ બેન્કના શેર 5.19 ટકા, નેસ્લે 2.49 ટકા, આઈસીઆઈસીઆઈ 2.02 ટકા, ટાઇટન 1.95 ટકા, ટાટા સ્ટીલ 1.78 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.21 ટકા, આઈટીસી0.86 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
નિફ્ટી 50ના ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સનું નામ ટોપ પર
આજના બજારમાં નિફ્ટી 50ના ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સનું નામ ટોપ પર રહ્યો હતો. ONGCમાં પણ 5 ટકાનો વધારો થયો હતો. બીપીસીએલ અને એસબીઆઈ લાઈફમાં પણ 3.50થી વધુનો ઉછાળો હતો. એલએન્ડટી અને સન ફાર્મામાં પણ બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજના બજારમાં સૌથી વધુ ખરીદી ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, ફાર્મા સેક્ટરમાં જોવા મળી હતી, જ્યારે આઈટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.








