માર્કેટમાં અ'મંગળ': સેન્સેક્સમાં 692 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા
અમેરિકન કંપની હિંડનબર્ગ અને સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ વચ્ચેના વિવાદની બજાર પર સોમવારે કોઈ અસર જોવા મળી નહોતી. જોકે, મંગળવારે ભ

અમેરિકન કંપની હિંડનબર્ગ અને સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ વચ્ચેના વિવાદની બજાર પર સોમવારે કોઈ અસર જોવા મળી નહોતી. જોકે, મંગળવારે ભારતીય શેરબજારમાં ગાબડું પડ્યું છે. પરિણામે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ગગડ્યો
બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 692 પોઈન્ટ ગગડીને 78,956ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 208 પોઈન્ટ તૂટીને 24,139ના સ્તરે બંધ થયો છે.
ટોપ ગેઇનર્સ શેર
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 6 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા. ટાઈટન, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા અને રિલાયન્સ સેન્સેક્સમાં ટોપ-5 ગેઈનર્સ હતા. આ સિવાય M&Mના શેર પણ નફામાં રહ્યા હતા.
ટોપ લુઝર્સ શેર
બીજી તરફ સેન્સેક્સના 30માંથી 24 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એસબીઆઈ સેન્સેક્સના ટોપ-5 ગુમાવનારા હતા. આ સિવાય એનટીપીસી, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, ટીસીએસ, એલએન્ડટી, ભારતી એરટેલ, આઈટીસી, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, એચયુએલ, એક્સિસ બેંક, ઈન્ફોસીસ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક બેંક, મારુતિ, આઈસીઆઈસીઆઈ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરો ઘટીને બંધ રહ્યા હતા.








