SME IPO માટે SEBI નિયમો કડક કરવાની તૈયારીમાં, કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું
ભારતીય બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ(SME)ના

ભારતીય બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ(SME)ના લિસ્ટિંગ નિયમોને કડક બનાવવાની તૈયારી કરી રહી છે. સેબીએ એસએમઇ લિસ્ટિંગના માળખાની સમીક્ષા કરવા માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.
સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા કન્સલ્ટેશન પેપરમાં ન્યૂનતમ અરજીની રકમને બમણી કરીને રૂ. 2 લાખ કરવી અને આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: NSEએ ક્રિષ્ના, મનીષ પટેલ, કબીર અને નિશા સિંહ નામની વ્યક્તિઓની માર્કેટ ટિપ્સથી રોકાણકારોને કર્યા સાવધાન
સેબી આઇપીઓ અરજી પહેલાંના ત્રણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બેમાં સંબંધિત એસએમઇનો લઘુત્તમ ઓપરેટિંગ નફો રૂ. 3 કરોડ અને શેરની લઘુત્તમ ફેસ વેલ્યુ રૂ. 10 કરવાનું વિચારી રહી છે.
ગયા નાણાકીય વર્ષમાં 196 ઇશ્યૂ સાથે સૌથી વધુ એસએમઇ આઇપીઓ આવ્યા હતા. જેમાંથી 6,000 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધી 159 એસએમઇ આઇપીઓ દ્વારા રૂ. 5,700 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા છે. આ સિવાય સેબીએ અમુક શરતો પૂરી થાય તો એસએમઇને બીઇએન બોર્ડમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
સીએસ ફર્મ એમએમજેસીના સ્થાપકે કહ્યું કે, એસએમઇ કંપનીઓ માટે લિસ્ટિંગ નિયમો અને પાલનની આવશ્યકતાઓમાં સુધારો કરવાની સેબીની દરખાસ્ત કેટલાક માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ દ્વારા એસએમઇ પ્લેટફોર્મના દુરુપયોગને લગતા વધતા જતા કેસોની વચ્ચે આવી છે. સેબીની નવી દરખાસ્ત એસએમઇ માટે કોમ્પ્લાયન્સ ખર્ચમાં વધારો કરી શકે છે.








