મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સેબીએ નવી ફંડ ઑફર્સની ફાઇલિંગ પ્રક્રિયાના મહત્વપૂર્ણ ફેરફારો માટે કરી દરખાસ્ત

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવી ફંડ ઑફર્સ (એનએફઓ)ની ફાઇલિંગ પ્રક્રિયામાં મહત્વપ

સેબીએ નવી ફંડ ઑફર્સની ફાઇલિંગ પ્રક્રિયાના મહત્વપૂર્ણ ફેરફારો માટે કરી દરખાસ્ત

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવી ફંડ ઑફર્સ (એનએફઓ)ની ફાઇલિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોની દરખાસ્ત કરી છે. હાલમાં, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)એ એનએફઓ લોંચ કરતા પહેલા કહેવાતા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસટીડી)નો ડ્રાફ્ટ અપલોડ કરવો પડે છે. આ ડ્રાફ્ટમાં નવા ફંડ ઓફરની તમામ મહત્વપૂર્ણ માહિતી શામેલ છે.

હાલની વ્યવસ્થામાં એવી ચિંતાઓ વધી છે કે, તેનાથી પ્રતિસ્પર્ધીઓને ઇન્વેસ્ટમેન્ટના આઇડિયાની ખબર પડી જાય છે અને હરીફો પણ આ આઇડિયા અપનાવી લે છે. હાલ જારી થયેલા પરામર્શ પ્રસ્તાવમાં સેબીએ દરખાસ્ત મૂકી છે કે, એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) એસઆઇડીનો શરૂઆતનો ડ્રાફ્ટ (મુસદ્દો) માત્ર સેબીમાં જ જમા કરાવશે. કોઇ પણ સ્કીમ ઓફર કરવામાં આવે તેના પાંચ કામકાજના દિવસો પહેલા એસઆઇડી જાહેર કરવામાં આવશે. નવી દરખાસ્તનો ઉદ્દેશ્ય જાહેર પારદર્શિતા પ્રદાન કરવાનો અને રૂ. 67 લાખ કરોડના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવીન વિચારોનું રક્ષણ કરવાનો છે.

સેબીએ કહ્યું છે કે એવું જોવામાં આવ્યું છે કે નવી સ્કીમનો ડ્રાફ્ટ એસઆઈડી સેબીની વેબસાઈટ પર અપલોડ થયા બાદ અન્ય એસેટ મેનેજમેન્ટ કપની પણ આવું કરવાનું શરૂ કરે છે. કેટલીકવાર આ એવી સ્થિતિ તરફ દોરી જાય છે જ્યારે એક એસેટ મેનેજમેન્ટ કંપનીની નવી ફંડ ઓફરનો રોકાણનો વિચાર અન્ય એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા લેવામાં આવે છે અને આ રીતે નવી સ્કીમ પર પ્રથમ પગલાનો લાભ એએમસીને ઉપલબ્ધ નથી કે જેણે પહેલા તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સેબીએ 20 નવેમ્બર સુધી ઉદ્યોગનો અભિપ્રાય માંગ્યો છે.

શેરબજારોમાં આવેલી તેજી વચ્ચે, ફંડોએ તાજેતરના મહિનાઓમાં ઘણા ઇક્વિટી એનએફઓ લોન્ચ કર્યા છે અને ખાસ કરીને છેલ્લા પાંચ મહિનામાં પ્રવૃત્તિમાં તેજી આવી છે. મ્યુચ્યુઅલ ફંડ્સે મેથી ઓગસ્ટ સુધીમાં 28 સક્રિય ઇક્વિટી સ્કીમ્સ શરૂ કરી અને સામૂહિક રીતે રૂ. 58,612 કરોડ ઊભા કર્યા.

છેલ્લા એક વર્ષમાં સેબીએ નવી ફંડ ઓફરની અરજીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. મોટાભાગના કિસ્સાઓમાં, નિયમનકાર ડ્રાફ્ટ એનએફઓ ફાઇલ કર્યાના 21 દિવસની અંદર અવલોકન પત્રો જારી કરે છે. અગાઉ, સેબી મંજૂરી આપવામાં એકથી બે મહિના લેતી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મંજૂરી ચક્રને ટૂંકાવીને તેમને તેમની યોજનાઓ વધુ સારી રીતે રજૂ કરવામાં મદદ કરી છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નવી ફંડ ઑફર્સ (એનએફઓ)ની ફાઇલિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોની દરખાસ્ત કરી છે. હાલમાં, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી) એ એનએફઓ લોંચ કરતા પહેલા કહેવાતા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસટીડી)નો ડ્રાફ્ટ અપલોડ કરવો પડે છે. આ ડ્રાફ્ટમાં નવા ફંડ ઓફરની તમામ મહત્વપૂર્ણ માહિતી શામેલ છે.

હાલની વ્યવસ્થામાં એવી ચિંતાઓ વધી છે કે, તેનાથી પ્રતિસ્પર્ધીઓને ઇન્વેસ્ટમેન્ટના આઇડિયાની ખબર પડી જાય છે અને હરીફો પણ આ આઇડિયા અપનાવી લે છે. હાલ જારી થયેલા પરામર્શ પ્રસ્તાવમાં સેબીએ દરખાસ્ત મૂકી છે કે, એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) એસઆઇડીનો શરૂઆતનો ડ્રાફ્ટ (મુસદ્દો) માત્ર સેબીમાં જ જમા કરાવશે. કોઇ પણ સ્કીમ ઓફર કરવામાં આવે તેના પાંચ કામકાજના દિવસો પહેલા એસઆઇડી જાહેર કરવામાં આવશે. નવી દરખાસ્તનો ઉદ્દેશ્ય જાહેર પારદર્શિતા પ્રદાન કરવાનો અને રૂ. 67 લાખ કરોડના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નવીન વિચારોનું રક્ષણ કરવાનો છે.

સેબીએ કહ્યું છે કે એવું જોવામાં આવ્યું છે કે નવી સ્કીમનો ડ્રાફ્ટ એસઆઈડી સેબીની વેબસાઈટ પર અપલોડ થયા બાદ અન્ય એસેટ મેનેજમેન્ટ કપની પણ આવું કરવાનું શરૂ કરે છે. કેટલીકવાર આ એવી સ્થિતિ તરફ દોરી જાય છે જ્યારે એક એસેટ મેનેજમેન્ટ કંપનીની નવી ફંડ ઓફરનો રોકાણનો વિચાર અન્ય એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા લેવામાં આવે છે અને આ રીતે નવી સ્કીમ પર પ્રથમ પગલાનો લાભ એએમસીને ઉપલબ્ધ નથી કે જેણે પહેલા તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સેબીએ 20 નવેમ્બર સુધી ઉદ્યોગનો અભિપ્રાય માંગ્યો છે.

શેરબજારોમાં આવેલી તેજી વચ્ચે, ફંડોએ તાજેતરના મહિનાઓમાં ઘણા ઇક્વિટી એનએફઓ લોન્ચ કર્યા છે અને ખાસ કરીને છેલ્લા પાંચ મહિનામાં પ્રવૃત્તિમાં તેજી આવી છે. મ્યુચ્યુઅલ ફંડ્સે મેથી ઓગસ્ટ સુધીમાં 28 સક્રિય ઇક્વિટી સ્કીમ્સ શરૂ કરી અને સામૂહિક રીતે રૂ. 58,612 કરોડ ઊભા કર્યા.

છેલ્લા એક વર્ષમાં સેબીએ નવી ફંડ ઓફરની અરજીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. મોટાભાગના કિસ્સાઓમાં, નિયમનકાર ડ્રાફ્ટ એનએફઓ ફાઇલ કર્યાના 21 દિવસની અંદર અવલોકન પત્રો જારી કરે છે. અગાઉ, સેબી મંજૂરી આપવામાં એકથી બે મહિના લેતી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મંજૂરી ચક્રને ટૂંકાવીને તેમને તેમની યોજનાઓ વધુ સારી રીતે રજૂ કરવામાં મદદ કરી છે.

આ સમાચાર શેર કરો