મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બાળકોને સેરેલેક ખવડાવતા પહેલા સાવધાન! નેસ્લે કરી રહી છે ભેદભાવ, રિપોર્ટમાં થયો ખુલાસો

સેરેલેક જેવા ફેમસ બેબી ફૂડ બનાવનારી કંપની નેસ્લ ભારતના બાળકો સાથે કેવો ભ

બાળકોને સેરેલેક ખવડાવતા પહેલા સાવધાન! નેસ્લે કરી રહી છે ભેદભાવ, રિપોર્ટમાં થયો ખુલાસો

સેરેલેક જેવા ફેમસ બેબી ફૂડ બનાવનારી કંપની નેસ્લ ભારતના બાળકો સાથે કેવો ભેદભાવ કરે છે તેનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નેસ્લે યુરોપિયન દેશોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો વેચે છે, જ્યારે તે ભારત જેવા વિકાસશીલ દેશોમાં હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે પણ, એવા ઉત્પાદનો કે જે તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે સારા નથી. ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN) અને પબ્લિક આઈ જેવી વૈશ્વિક સંસ્થાઓએ નેસ્લેની બેબી ફૂડ પ્રોડક્ટ સેરેલેક અને મિલ્ક પ્રોડક્ટ નિડોના લેબ ટેસ્ટિંગ બાદ આ રિપોર્ટ જાહેર કર્યો છે. એવું કહેવાય છે કે, કંપની ભારત, લેટિન અમેરિકા અને આફ્રિકન દેશોમાં વેચાતા તેના ઉત્પાદનોમાં મોટા પ્રમાણમાં શુગર ઉમેરે છે. રિપોર્ટમાં કંપની પર બેવડા માપદંડો અપનાવવાનો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

કંપનીનું બેવડું વલણ શું છે?

પબ્લિક આઈ અને IBFAN એ કંપનીની 150 પ્રોડક્ટ્સ તપાસ માટે મોકલી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, નવજાત શિશુઓ માટે સેરેલેક જેવા ઉત્પાદનોમાં એક ચમચી દીઠ 4 ગ્રામ ખાંડ હોય છે, જે એક સુગર ક્યુબ જેટલી હોય છે. ફિલિપાઈન્સમાં વેચાતી પ્રોડક્ટમાં, 6 મહિનાના બાળક માટે સેરેલેકમાં પ્રતિ સર્વિંગ 7.5 ગ્રામ શુગર હોય છે.

પોતાના દેશમાં શું છે માપદંડ?

નેસ્લેનું બેવડું વલણ એ વાત પરથી સમજી શકાય છે કે, સ્વિટ્ઝર્લેન્ડ અને યુરોપના અન્ય મોટા બજારોમાં કંપની શુગર ઉમેર્યા વિના સમાન ઉત્પાદન વેચે છે, જે તેનું વૈશ્વિક માપદંડ છે. સ્વાભાવિક છે કે કંપનીની નજરમાં ભારત, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોના બાળકો યુરોપિયન દેશોના બાળકો જેટલા મૂલ્યવાન નથી.

આનાથી શું નુકસાન થશે?

બાળરોગ અને પોષણ નિષ્ણાતનું કહેવું છે કે, નેસ્લેનું બેવડું વલણ માત્ર સ્વાસ્થ્યનું જ નહીં પરંતુ બજારની નૈતિકતાનું પણ ઉલ્લંઘન છે. WHOએ પણ કહે છે કે, જો બાળકોને પ્રારંભિક તબક્કે હાઇ શુગર પ્રોડક્ટ્સ આપવામાં આવે છે, તો તેમને સ્થૂળતા અને અન્ય ગંભીર રોગોનું જોખમ હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ પણ 2022થી બાળકોના પ્રોડક્ટમાં ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કંપનીનું બજાર કેટલું મોટું છે?

નેસ્લે વિશ્વના બેબી ફૂડ માર્કેટના 20 ટકા હિસ્સાને નિયંત્રિત કરે છે અને તેનું ટર્નઓવર $70 બિલિયન (આશરે રૂ. 6 લાખ કરોડ) છે. કંપનીએ વર્ષ 2022માં જ વિશ્વભરમાં $2.5 બિલિયનના મૂલ્યના સેરેલેક અને નિડો ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. કંપનીની પ્રોડક્ટને વિકાસશીલ દેશોમાં પણ ઘણી પસંદ કરવામાં આવે છે, પરંતુ તાજેતરના રિપોર્ટમાં તેના બેવડા માપદંડોને કારણે ગ્રાહકોને મોટો આંચકો લાગ્યો છે.

આ સમાચાર શેર કરો