Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Relief news for Aadhaar card holders! New facility launched by UIDAI will save both time and money

આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર! UIDAI એ શરૂ કરી નવી સુવિધા, સમય અને પૈસા બંનેની થશે બચત

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર! UIDAI એ શરૂ કરી નવી સુવિધા, સમય અને પૈસા બંનેની થશે બચત
સોર્સ : GSTV

આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ(UIDAI) દ્વારા નવા આધાર એપમાં ઈમેઇલ આઇડી અપડેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 જુલાઈ-2006થી આગામી 6 મહિના સુધી આ સેવા બિલકુલ મફત રહેશે. આના કારણે લોકોએ હવે ઈમેઇલ અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર ધક્કા નહીં ખાવા પડે.

App Store

મોબાઈલ એપથી મિનિટોમાં કામ થશે

આધાર ધારકો પોતાના સ્માર્ટફોનમાં આધાર એપની મદદથી ઘરે બેઠા જ ઓનલાઇન ઈમેઇલ આઇડી અપડેટ કરી શકશે. આ ઓનલાઇન પ્રક્રિયાના કારણે લોકોના સમય અને પૈસા બંનેની બચત થશે. ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે.

ઈમેઇલ અપડેટ કરવાના ફાયદા

આધારમાં સાચો ઈમેઇલ આઇડી નોંધાયેલો હશે તો પ્રોફાઇલ સુરક્ષાને લગતા એલર્ટ, કોઈ પણ ફેરફારના અપડેટ અને જરૂરી માહિતી સીધી ઈમેઇલ પર જ મળી જશે. આ ઉપરાંત ભવિષ્યમાં બાયોમેટ્રિક લોક જેવી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવો પણ સરળ બનશે.

નવી એપમાં મળતી અન્ય સુવિધાઓ

UIDAI દ્વારા લોન્ચ કરાયેલી નવી આધાર એપમાં ઘણી આધુનિક સુવિધાઓ ઉમેરાઈ છે. યુઝર્સ આ એપ દ્વારા મોબાઈલ નંબર અને સરનામું અપડેટ કરી શકે છે, બાયોમેટ્રિક લોક કે અનલોક કરી શકે છે અને ઈ-આધાર ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય જરૂરિયાત મુજબ QR કોડ દ્વારા પોતાની વિગતો સુરક્ષિત રીતે શેર પણ કરી શકાય છે, જેથી આધારની ફોટોકોપી આપવાની જરૂર નહીં રહે.

છ મહિના સુધી મફત સેવા

આ સુવિધા 1 જુલાઈ 2026થી છ મહિના સુધી જ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જે લોકોએ હજુ સુધી ઈમેઇલ આઇડી લિંક નથી કરાવ્યું કે જૂનું આઇડી બદલવા માંગે છે, તેઓ આ મફત સેવાનો લાભ લઈ શકે છે. સુરક્ષા અને તમામ ડિજિટલ સેવાઓનો પૂરો ફાયદો મેળવવા માટે આધારમાં મોબાઈલ અને ઈમેઇલ હંમેશા અપડેટ રાખવા જરૂરી છે.