Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Good news for Aadhaar card holders! Now KYC work will be done even without OTP, know about UIDAI's new offline service

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે OTP વગર પણ પતી જશે KYCનું કામ, જાણો UIDAIની નવી ઓફલાઈન સર્વિસ વિશે

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે OTP વગર પણ પતી જશે KYCનું કામ, જાણો UIDAIની નવી ઓફલાઈન સર્વિસ વિશે
સોર્સ : GSTV

Aadhaar Offline e-KYC Guide: UIDAI દ્વારા આધાર કાર્ડધારકોની સુરક્ષા અને સુવિધા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ગમે ત્યાં KYC કરાવવા માટે આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપતા હોઈએ છીએ, જેમાં આધાર નંબર લીક થવાનો ભય રહે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે UIDAI હવે 'ઓફલાઇન e-KYC'ની સુવિધા આપી રહ્યું છે. આ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમારે તમારો અસલી આધાર નંબર કોઈની સાથે શેર કરવાની જરૂર નથી પડતી, છતાં તમારું વેરિફિકેશન સુરક્ષિત રીતે થઈ જાય છે. આ પદ્ધતિ ખાસ કરીને એવી જગ્યાઓ માટે આશીર્વાદરૂપ છે જ્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત હોય છે.

App Store

ઓફલાઇન KYCના ફાયદા અને સુરક્ષા

આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મોબાઈલ નેટવર્ક કે OTP વગર પણ વેરિફિકેશન થઈ શકે છે. આમાં ફિઝિકલ કાર્ડને બદલે સુરક્ષિત QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં યુઝર નક્કી કરી શકે છે કે તેણે કઈ વિગતો શેર કરવી છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ(ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન)ની પણ જરૂર પડતી નથી. UIDAI દ્વારા આ ફાઇલને ડિજિટલી સાઈન કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ છેડછાડ કરી શકાતી નથી અને જો કોઈ પ્રયાસ કરે તો સોફ્ટવેર તેને તરત જ પકડી પાડે છે.

કેવી રીતે કરશો ઓફલાઇન KYC?

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ(myaadhaar.uidai.gov.in) પર જઈને આધાર નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ ડેશબોર્ડ પર 'Offline e-KYC'ના આઇકોન પર ક્લિક કરો. અહીં તમારે તમારી પસંદગીનો 4 અંકોનો એક 'Share Code'(જેમ કે 1234) બનાવવાનો રહેશે, જે પાસવર્ડ તરીકે કામ કરશે. આ કોડ નાખ્યા પછી એક .zip ફાઇલ ડાઉનલોડ થશે. હવે તમારે જ્યાં પણ KYC કરાવવાનું હોય (જેમ કે બેન્ક કે ટેલિકોમ ઓફિસ) ત્યાં આ ફાઇલ અને તમારો બનાવેલો 4 અંકોનો કોડ આપી દેવાનો રહેશે, જેનાથી તમારી ઓળખ પ્રસ્થાપિત થઈ જશે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઓફલાઇન KYC કરતી વખતે ત્રણ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ, તમે બનાવેલો 4 અંકોનો શેર કોડ તમારી 'ચાવી' સમાન છે, તેથી તેને વિશ્વસનીય જગ્યાએ જ શેર કરો. બીજું, ડાઉનલોડ થયેલી .zip ફાઇલનું નામ કે ફોર્મેટ ક્યારેય બદલશો નહીં. છેલ્લે, આ ફાઇલ હંમેશા માટે માન્ય હોતી નથી, તેથી જ્યારે પણ નવું KYC કરાવવાનું હોય ત્યારે તાજી ફાઇલ ડાઉનલોડ કરવી વધુ હિતાવહ છે. આ રીતે તમે તમારી પ્રાઈવસી જાળવીને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહી શકો છો.