Reliance Jio IPO: મુકેશ અંબાણી લાવી રહ્યા છે સૌથી મોટો IPO? પૈસા તૈયાર રાખો...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) આગામી વર્ષે Jioનો IPO લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટસ પ્રમાણે ટેલિકોમ કંપની જિયોન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL) આગામી વર્ષે Jioનો IPO લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટસ પ્રમાણે ટેલિકોમ કંપની જિયોનો આઈપીઓ 2025માં લોન્ચ કરી શકે છે. જોકે, રિલાયન્સ રિટેલના IPOની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો: ઘટવાનું નામ નથી લઈ રહ્યા આ મલ્ટિબેગર IPO, 10 મહિનામાં આપ્યું 400 ટકાથી વધુ રિટર્ન
TRAI દ્વારા 25 ઑક્ટોબર, 2024ના રોજ જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 31 ઓગસ્ટ સુધીમાં રિલાયન્સ જિયોના કુલ 47.17 કરોડ યુઝર્સ છે.
રિલાયન્સ જિયો ભારતમાં તેની સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા લોન્ચ કરશે ત્યારે ઈલોન મસ્કને ટક્કર આપવા માટે તૈયાર છે. Google અને Meta દ્વારા સમર્થિત Jioએ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા NVIDIA સાથે ભાગીદારી કરી છે.
રિલાયન્સ જિયોના વેલ્યુએશન અંગે કોઈ આંતરિક નિર્ણય લેવામાં આવ્યો નથી અને હજુ સુધી બેન્કર્સની નિમણૂક કરવામાં આવી નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ 100 મિલિયન ડોલરની વેલ્યુએશન પર 2025માં લોન્ચ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.
જિયોના ચોખ્ખા નફામાં 14%નો વધારો
નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 6,231 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 5,445 કરોડ હતો.
મુકેશ અંબાણીએ 2019માં જાહેરાત કરી હતી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 2019માં જાહેરાત કરી હતી કે, આગામી 5 વર્ષમાં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનો આઈપીઓ લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.








