મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBIએ વધુ એક બેંકને માર્યા તાળા, પૈસા ઉપાડવાનું પણ બંધ, તમારું ખાતું તો નથીને?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા-RBIએ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક (New India Co-operative Bank)ના કામકાજ પર

RBIએ વધુ એક બેંકને માર્યા તાળા, પૈસા ઉપાડવાનું પણ બંધ, તમારું ખાતું તો નથીને?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા-RBIએ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક (New India Co-operative Bank)ના કામકાજ પર અનેક નિયંત્રણો લાદ્યા છે. આની સૌથી મોટી અસર બેંકના ગ્રાહકો પર પડશે, જેઓ હવે પોતાના મહેનતના પૈસા ઉપાડી શકશે નહીં.

RBIના પ્રતિબંધની અસર

RBIના પ્રતિબંધ પછી, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક ન તો કોઈ લોન આપી શકશે કે ન તો કોઈ ડિપોઝિટ લઈ શકશે. આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરી, 2025થી આગામી 6 મહિના માટે અમલમાં આવ્યો છે. આનાથી ગ્રાહકો માટે પણ મુશ્કેલી ઊભી થશે કારણ કે તેઓ હવે તેમની બેંકમાં જમા કરાયેલા પૈસા ઉપાડી શકશે નહીં. જોકે, આ સમયગાળા દરમિયાન RBI બેંકના કાર્યપદ્ધતિનું બારીકાઈથી નિરીક્ષણ કરશે અને પ્રતિબંધ અવધિ પૂરી થયા પછી તે જરૂરી છૂટછાટો પણ આપી શકે છે.

પ્રતિબંધ વિશે RBI એ શું કહ્યું?

RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલની રોકડ (તરલતા)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, બેંકને નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ થાપણદારને બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી ન આપવામાં આવે. જોકે, બેંકને થાપણો સામે લોન સેટઓફ કરવાની પરવાનગી છે, જો તે RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર હોય. આ ઉપરાંત, બેંક પગાર, ભાડું અને વીજળી બિલ જેવી આવશ્યક બાબતો પર ખર્ચ કરી શકે છે.

RBIએ કેમ લગાવ્યો પ્રતિબંધ ?

આરબીઆઈનું કહેવું છે કે તેને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના કામકાજમાં ગંભીર ખામીઓ મળી આવી છે. તેણે થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે બેંક પર કડક નિયંત્રણો લાદવાના નિર્દેશો જારી કર્યા છે. RBI એ સ્પષ્ટતા કરી છે કે 13 ફેબ્રુઆરી, 2025ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી, બેંક તેની પરવાનગી વિના કોઈપણ લોન કે એડવાન્સ મંજૂર કરશે નહીં કે રિન્યૂ કરશે નહીં.

હવે ગ્રાહકોનું શું થશે?

આરબીઆઈના નિર્દેશો અનુસાર, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો હવે તેમની થાપણો ઉપાડી શકશે નહીં. જો તપાસ બાદ RBI બેંકને કોઈ રાહત આપે છે, તો ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે. જો આવું ન થાય તો, થાપણદારોને તેમની થાપણો પર 5 લાખ રૂપિયા સુધીનો વીમા દાવો મળશે. આ દાવો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી પ્રાપ્ત થશે.

આ સમાચાર શેર કરો