મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રતન ટાટા પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડીને ગયા, કમાણીનો મોટો ભાગ કરતા હતા દાન

ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે. ટાટાને વૈશ્વિક બ્રાંડ બનાવવામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. રતન ટા

રતન ટાટા પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડીને ગયા, કમાણીનો મોટો ભાગ કરતા હતા દાન

ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે. ટાટાને વૈશ્વિક બ્રાંડ બનાવવામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. રતન ટાટાના નિધનથી દેશમાં શોકની લહેર છે. રતન ટાટા કેટલી સંપત્તિના માલિક હતા અને પોતાની પાછળ શું-શું છોડીને ગયા છે.

1991થી 2012 સુધી સંભાળી ગ્રુપની કમાન

ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે નિધન થયું છે. રતન ટાટાની ગણના સૌથી સફળ બિઝનેસમેનમાં કરવામાં આવતી હતી અને તેમના નેતૃત્ત્વમાં TATA Groupએ દેશ જ નહીં પણ દુનિયામાં ડંકો વગાડ્યો હતો. રતન ટાટાએ 1991માં ગ્રુપની કમાન પોતાના હાથમાં લીધી હતી અને વર્ષ 2012 સુધી રતન ટાટા કંપનીના ચેરમેન રહ્યાં હતા.

રતન ટાટા પોતાની પાછળ આટલી સંપત્તિ છોડીને ગયા

Tata Groupનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે અને ઘરની રસોઇથી લઇને હવાઇ જહાજ સુધી આ કંપનીનું નામ જોવા મળે છે. ગ્રુપની 100થી વધુ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ છે અને તેમનો કુલ બિઝનેસ 300 અબજ ડૉલરનો છે. વાત કરીએ સ્વર્ગીય રતન ટાટાની સંપત્તિની તો રિપોર્ટ્સ અનુસાર ભારતના 'રતન' પોતાની પાછળ 3800 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે.

આવકનો મોટો ભાગ જતો હતો દાનમાં

28 ડિસેમ્બર 1937માં જન્મેલા રતન ટાટાને દુનિયામાં ફેલાયેલા પોતાના બિઝનેસને જોઇ તેમની સંપત્તિનો આ આંકડો ઓછો લાગી શકે છે, તેની પાછળનું કારણ જાણીયે તો તેમની કમાણીનો મોટો ભાગ દાનમાં જતો હતો. રતન ટાટા પોતાની દરિયાદિલી માટે જાણીતા હતા અને દેશના ટોપ દાનવીરોમાં સામેલ હતા જે પોતાની આવકનો ભાગ Tata Trustને દાન કરતા હતા. આ દાન ટાટા ટ્રસ્ટ હોલ્ડિંગ કંપની હેઠળ ફર્મો દ્વારા કરવામાં આવતી કુલ કમાણીના 66% યોગદાન આપે છે.

દરેક કોઇની મદદ કરતા હતા રતન ટાટા

2004માં આવેલી સુનામી હોય કે પછી દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ, દરેક સંકટના સમયે રતન ટાટા મદદ માટે સૌથી આગળ રહ્યાં હતા. સામાજિક કાર્યો જ નહીં પણ આર્થિક તંગી સાથે ઝઝુમનારા વિદ્યાર્થીઓની પણ મદદ માટે તે હંમેશા આગળ રહેતા હતા. રતન ટાટાનું ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપે છે. આવા વિદ્યાર્થીઓને  J.N. Tata Endowment, Sir Ratan Tata Scholarship અને Tata Scholarship દ્વારા મદદ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો