SIPનો પાવર! દર મહિને માત્ર 2000 રૂપિયાનું રોકાણ કરો, જોતજોતામાં બની જશો કરોડપતિ, આ રીતે સમજો આખી ગણતરી
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ટ્રેન

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, અને ડિસેમ્બર 2024માં, એસઆઇપી ઈનફ્લો પ્રથમ વખત 26,000 કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો, જ્યાં રોકાણકારોએ કુલ 26,459.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેમ્બર 2024માં આ આંકડો 25,320 કરોડ રૂપિયા હતો. આ દર્શાવે છે કે લોકો નિયમિત અને વ્યવસ્થિત રોકાણને મહત્ત્વ આપી રહ્યા છે. આજના સમયમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને લોકો નાની ઉંમરથી જ તેમના ભવિષ્યનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દે છે.
આ પણ વાંચો: રોકાણકારો માટે કમાણીની તક, 15 જાન્યુઆરીએ ખુલશે આ IPO
નાની રકમથી શરૂ કરીને તેને નિયમિતપણે વધારવાથી લાંબા ગાળે મોટી રકમ મળી શકે છે. જો તમે નિવૃત્તિ સુધીમાં કરોડોનું ફંડ બનાવવા માંગતા હોવ, તો તમે 25/2/5/35 ફોર્મ્યુલા અપનાવી શકો છો, જેમાં 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો, દર મહિને રોકાણમાં 2 ટકા વધારો કરો, 5 ટકા સરેરાશ વળતર ધારો અને 35 વર્ષ સુધી શિસ્ત જાળવો. આ ફોર્મ્યુલા એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે એકદમ યોગ્ય સાબિત થઈ શકે છે.
25/2/5/35 સૂત્ર શું છે?
- 25 - 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો.
- 2 - દર મહિને ઓછામાં ઓછા 2000 રૂપિયાની એસઆઇપી શરૂ કરો.
- 5 - દર વર્ષે તમારી એસઆઇપી રકમમાં 5% વધારો કરો.
- 35 - આ રોકાણ 35 વર્ષ સુધી ચાલુ રાખો.
આ ફોર્મ્યુલા દ્વારા તમે લાંબા ગાળે મોટું ફંડ બનાવી શકો છો. આ આયોજન મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી દ્વારા સરળતાથી કરી શકાય છે. આ સાથે, તમારી પાસે નિવૃત્તિ સમયે પૂરતા પૈસા હશે અને તમે તમારું જીવન આરામથી જીવી શકશો.
ઉદાહરણો સાથે સરળ ભાષામાં ગણતરી સમજો
ધારો કે, તમે દર મહિને 2,000 રૂપિયાની એસઆઇપી શરૂ કરો છો. આ પછી, તેમાં દર વર્ષે 5% વધારો કરશો.
આ રીતે કામ કરશે આ રોકાણ
- પ્રથમ વર્ષ - પ્રથમ વર્ષ માટે તમે દર મહિને 2,000 રૂપિયાનું રોકાણ કરશો.
- બીજું વર્ષ - બીજા વર્ષમાં, 2,000 રૂપિયાના 5 ટકા એટલે કે 100 રૂપિયા ઉમેરો. હવે દર મહિને 2,100 રૂપિયાનું રોકાણ કરો.
- ત્રીજું વર્ષ - ત્રીજા વર્ષે, તમે 2,100 રૂપિયાના 5 ટકા એટલે કે 105 રૂપિયા વધારીને 2,205 રૂપિયાનું રોકાણ કરો.
- દર વર્ષે - આમ વર્તમાન રોકાણની રકમના 5 ટકા દર વર્ષે ઉમેરતા રહેવાના છે.
35 વર્ષ માટે રોકાણ કરો
આ પ્રક્રિયા સતત 35 વર્ષ સુધી ચાલુ રાખો. આ રીતે જ્યારે તમે 60 વર્ષના થશો, ત્યારે તમારી પાસે સારુ એવું રિટાયરમેન્ટ ફંડ હશે. આ સરળ અભિગમ તમારા રોકાણને સમયની સાથે વધવા માટે મદદ કરે છે, કમ્પાઉન્ડિંગ (ચક્રવૃધ્ધિ વ્યાજ) દ્વારા એક મોટું ભંડોળ તૈયાર કરે છે.
જાણો કેવી રીતે બની શકો છો 2 કરોડ રૂપિયાના માલિક
જો તમે એસઆઇપીમાં સતત 35 વર્ષ સુધી દર મહિને રોકાણ કરો છો, તો એસઆઇપી કેલ્ક્યુલેટર મુજબ તમે કુલ 21,67,680 રૂપિયાનું રોકાણ કરશો. એસઆઇપી પર સરેરાશ 12 ટકા વળતર ધારી રહ્યા છીએ, તો તમને આ રોકાણ પર 1,77,71,532 રૂપિયાનું વ્યાજ મળશે.
રોકાણ અને વ્યાજ સહિત, તમને કુલ 1,99,39,220 (અંદાજે 2 કરોડ) રૂપિયા મળશે. આનો અર્થ એ છે કે, જો તમે નિયમિતપણે રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમરે તમારી પાસે લગભગ 2 કરોડ રૂપિયાની રકમ હોઈ શકે છે.
રોકાણની ફોર્મ્યુલા
- દર મહિને રોકાણ કરતા રહો.
- લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો.
- યોગ્ય આયોજન અને શિસ્ત સાથે રોકાણ કરો.
એસઆઇપી રોકાણ નિષ્ણાતો શું કહે છે?
બીપીએન ફિનકેપના ડિરેક્ટર એકે નિગમ કહે છે કે, લાંબા ગાળાના રોકાણ માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) સારો વિકલ્પ છે. તેનો સૌથી મોટો ફાયદો રૂપિયાની સરેરાશ કિંમત છે, જે બજારની વધઘટની અસરને ઘટાડે છે. જ્યારે બજાર ઘટે છે, ત્યારે વધુ યુનિટ્સ ખરીદવા મળે છે, અને જ્યારે બજાર વધે છે, ત્યારે આ યુનિટ્સનું મૂલ્ય પણ વધે છે. આ સાથે, ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ તમારા રોકાણને ઝડપથી વધારવામાં મદદ કરે છે, કારણ કે સમય સાથે તમારા પૈસા પર મળતા વ્યાજ પર પણ વ્યાજ મળવા લાગે છે.
એ કે નિગમ કહે છે કે, એસઆઇપી રોકાણને સરળ અને શિસ્તબદ્ધ બનાવે છે. આમાં, તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો, જે તમારા બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જાય છે. આ સાથે તમારે ક્યારે અને કેટલું રોકાણ કરવું તેની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્લાન ફ્લેકિબલ-સુગમ અને સુલભ છે, તેથી તમે તમારી જરૂરિયાત મુજબ રકમ નક્કી કરી શકો છો અને તેને ગમે ત્યાંથી શરૂ કરી શકો છો. વધુમાં, એસઆઇપી જોખમ પણ ઘટાડે છે કારણ કે તે તમને બજારના વિવિધ સ્તરે રોકાણ કરવાની તક આપે છે, જેનાથી લાંબા ગાળે જોખમની અસરમાં ઘટાડો થાય છે.
એસઆઇપીમાં કેમ ઝડપથી વધી રહ્યું છે રોકાણ?
એકે નિગમે જણાવ્યું કે, આજકાલ એસઆઇપીમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આની પાછળ ઘણા કારણો છે. પહેલું કારણ એ છો કે લોકોમાં રોકાણને લઈને જાગૃતિ વધી રહી છે. બીજું બજારની મજબુતિ અને સ્થિરતાએ રોકાણકારોનો ભરોસો વધાર્યો છે. ત્રીજું ટેકનિકે રોકાણને પહેલા કરતાં વધારે આસાન બનાવ્યું છે. ચોથું, તમે એસઆઇપીમાં રોકાણ કરીને પણ કર લાભો (ઇએલએસએસમાં) મેળવી શકો છો. તે જ સમયે, યુવા પેઢી રોકાણકારો તરીકે વધુ જાગૃત અને સક્રિય છે, જેના કારણે એસઆઇપીને પ્રોત્સાહન મળી રહ્યું છે.
એસઆઇપીમાં રેકોર્ડતોડ રોકાણ, ડિસેમ્બરમાં ઇન્ફલો 26 હજાર કરોડને પાર
એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું વલણ ઝડપથી વધી રહ્યું છે. એમફી દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, ડિસેમ્બર 2024માં એસઆઇપીના પ્રવાહે પ્રથમ વખત 26,000 કરોડ રૂપિયાના આંકને વટાવી દીધો હતો. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં કુલ 26,459.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેમ્બર 2024માં આ આંકડો 25,320 કરોડ રૂપિયા હતો. આ વધતી રકમ દર્શાવે છે કે રોકાણકારો નિયમિત અને વ્યવસ્થિત રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા છે.








