મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આર્થિક સંકટમાં ફસાઈ એક સમયની અગ્રણી ક્લોથિંગ બ્રાન્ડ, વિશ્વભરમાં 500 સ્ટોર્સને લાગશે તાળા

ફેશન વર્લ્ડમાં એક સમયની અગ્રણી ઈટલીની બ્રાન્ડ બેનેટને વિશ્વભરમાંથી 500 સ્ટોર્સ બંધ કરવા જઈ રહી છે. જેમાં ઈ

આર્થિક સંકટમાં ફસાઈ એક સમયની અગ્રણી ક્લોથિંગ બ્રાન્ડ, વિશ્વભરમાં 500 સ્ટોર્સને લાગશે તાળા

ફેશન વર્લ્ડમાં એક સમયની અગ્રણી ઈટલીની બ્રાન્ડ બેનેટને વિશ્વભરમાંથી 500 સ્ટોર્સ બંધ કરવા જઈ રહી છે. જેમાં ઈટલીમાં સ્થિત તેના 202 જેટલા સ્ટોર્સને તાળા મારી દીધા છે. કંપનીએ બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, છેલ્લા લગભગ બે દાયકાથી કંપની નુકસાની અને ખોટનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: વિદેશી બજારોમાં ઘટાડાને કારણે ખાદ્ય તેલના ભાવ ઘટ્યા, જાણો નવીનતમ ભાવ

ગ્રૂપની ખોટ ઘટાડવાની યોજના

છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક તંગીનો સામનો કરી રહેલી ક્લોથિંગ બ્રાન્ડ બેનેટને પોતાની ખોટ અને દેવામાં ઘટાડો કરવાની યોજના ઘડી છે. કંપનીએ 2025માં તેની કુલ ખોટ ગતવર્ષે 2024ની 11 કરોડ યુરોની તુલનાએ ઘટાડી 5 કરોડ યુરો કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેના ભાગરૂપે વિશ્વભરમાંથી 500 જેટલા સ્ટોર્સ બંધ કરવા જઈ રહ્યા હોવાનું કંપનીના સીઈઓ ક્લાઉડિયો સ્ફોર્ઝાએ જણાવ્યું હતું. 2023માં પણ કંપનીએ 23 કરોડની ખોટ કરી હતી. સ્ફોર્ઝાએ જુલાઈ, 2024માં સીઈઓ પદ સંભાળ્યા બાદ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છે. જેમાં કોસ્ટ કટિંગના ભાગરૂપે માલિકીના સ્ટોર્સ બંધ કરવા પર ફોકસ કરવા ઉપરાંત બ્રાન્ડની સ્ટ્રેટેર્જીમાં ફેરફારો સહિતની કવાયત સામેલ છે.

1965માં શરૂ થઈ હતી બેનેટન બ્રાન્ડ

ફેશન વર્લ્ડમાં ઈટલીની ક્લોથિંગ બ્રાન્ડ બેનેટને 1965માં પ્રવેશ કર્યો હતો. જે તેના ગુણવત્તા, ટકાઉપણાં અને સંકલનના માપદંડો સાથે પ્રચલિત બની હતી. તેનું સ્લોગન ‘ઓલ ધી કલર્સ ઓફ ધ વર્લ્ડ’ તેના કલેક્શનમાં વ્યાપક કલર્સની ઉપલબ્ધતા જ નહીં પરંતુ યુદ્ધ, જાતિય ભેદભાવ, એઈડ્સ જેવા સામાજિક મુદ્દાઓ પ્રત્યે પણ પ્રતિબદ્ધતા ધરાવતા હતા.

ગ્રાહકોની બદલાતી વર્તૂણક સાથે તાળો મેળવવામાં નિષ્ફળ

બેનેટન વર્ષ 2000થી તેની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સતત ગુમાવી રહી છે. તે ગ્રાહકોની બદલાતી ટેવો અને વર્તૂણક સાથે તાળો મેળવવામાં નિષ્ફળ જતાં માર્કેટ હિસ્સો ગુમાવી રહી હતી. તેમાં પણ તેનું ફ્રેન્ચાઈઝી મોડલ નિષ્ફળ રહેતા કંપનીની ખોટ વધી હતી. જેમાં તેનું નુકસાન 3 કરોડ યુરોથી વધ્યું હતું. નબળા મેનેજમેન્ટના કારણે 10 કરોડ યુરોથી વધુની ખોટ કરી હતી. આ ખોટમાં ઘટાડો કરવા ગત વર્ષે 200 સ્ટોર્સ બંધ કર્યા હતા. અને આ વર્ષના અંત સુધી વધુ 300 સ્ટોર્સ બંધ કરશે.

900થી વધુ કર્મચારીઓને હાંકી કાઢ્યા

ગત વર્ષે જુલાઈમાં કંપનીએ તેના 908 કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. તજેમને છ મહિનાની વોલેન્ટરી બેનિફિટ આપી બરતરફ કર્યા હતા. તેઓને 50 હજાર યુરોનું વળતર પણ આપ્યું હતું. આ સાથે બેનેટને ગેરેંટી આપી હતી કે, આગામી ત્રણ વર્ષ સુધી તે કોઈ છટણી કરશે નહીં.

આ સમાચાર શેર કરો