મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

IMC 2024: PM મોદીએ 6G અને ઓપ્ટિકલ ફાઈબર પર કહી આ વાત, 5G મામલે દુનિયામાં બીજા નંબરનો બન્યો દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 દરમિયાન જણાવ્યું હતું કે, ભારત 6G લોન્ચ કરવાની દિશામાં કામ ક

IMC 2024: PM મોદીએ 6G અને ઓપ્ટિકલ ફાઈબર પર કહી આ વાત, 5G મામલે દુનિયામાં બીજા નંબરનો બન્યો દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 દરમિયાન જણાવ્યું હતું કે, ભારત 6G લોન્ચ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. પહેલેથી જ સફળતાપૂર્વક 5G લોન્ચ કરી ચૂક્યું છે. વડાપ્રધાને કહ્યું કે 5G ટેલિકોમ માર્કેટમાં ભારત વિશ્વનો બીજો દેશ છે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઈવેન્ટ દિલ્હીના ભારતીય મંડપમ ખાતે શરૂ થઈ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સાથે તેમણે ITU વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલીને પણ સંબોધિત કરી હતી. આવું પ્રથમ વખત છે જ્યારે ભારત ITU-WTSAનું આયોજન કરી રહ્યું છે.

વડા પ્રધાને તેમના સંબોધનમાં ઘણી મોટી વાતો કહી, તેમણે કહ્યું કે આપણે જેટલા ઓપ્ટિકલ ફાઈબર નાખ્યા છે તે પૃથ્વીથી ચંદ્રના અંતરના 8 ગણા છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આ 8મી આવૃત્તિ છે અને આ વખતે થીમ ભવિષ્ય હવે છે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં 6Gનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત 6Gને રોલઆઉટ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે અને તે પહેલાથી જ સફળતાપૂર્વક 5G લોન્ચ કરી ચૂક્યું છે. 5G ટેલિકોમ માર્કેટમાં ભારત વિશ્વનો બીજો દેશ છે. તમને જણાવી દઈએ કે 6G વાસ્તવમાં 5Gનું અપગ્રેડેડ વર્ઝન છે. 6G હેઠળ લોકોને સુપર ફાસ્ટ ઇન્ટરનેટ અને IoT માટે મજબૂત સપોર્ટ મળશે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત મોબાઈલ નિકાસ કરનારો દેશ બની ચૂક્યો છે. આ પહેલા ભારતમાં મોબાઈલ ઈમ્પોર્ટ કરવામાં આવતા હતા. આજે ભારત ટેલિકોમ ક્ષેત્રમાં દુનિયાના સૌથી વધુ સક્રિય દેશોમાંથી એક છે. 

આ સમાચાર શેર કરો