સોના-ચાંદી સાથે પ્લેટિનમના ભાવમાં પણ કડાકો, વૈશ્વિક બજારમાં ઘટાડાની અસરથી કિંમતો ગગડી

સોના-ચાંદી સાથે પ્લેટિનમના ભાવમાં પણ કડાકો, વૈશ્વિક બજારમાં ઘટાડાની અસરથી કિંમતો ગગડી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ઘટતા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામા ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા.

દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંસના 3885 વાળા નીચામાં ભાવ 3832 થઈ 3871થી 3872 ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.1100થી 1200 ઘટી 995ના રૂ.1,34,431 તથા 999ના રૂ.1,34,971 રહ્યા હતા. મુંબઈ ચાદીના ભાવ કિલોના જીએસટી વગર આજે વધુ રૂ.5500 ગબડી રૂ.1,70,251 બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના 48.75 ડોલર વાળા ઘટી નીચામાં ભાવ 47.14 થઈ 47.62થી 47.63 ડોલર રહ્યા હતા.

જાહેરાત

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.1,39,700 તથા 999ના રૂ.1,40,000 બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.1,73,000 બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના 1494 વાળા ઘટી 1452 થઈ 1464થી 1465 ડોલર રહ્યા હતા. પેલેડીયમ ના ભાવ 1005 વાળા નીચામાં ભાવ 979થી 980 થઈ 995થી 996 ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ 10 ગ્રામના રૂ.400થી 500 ઘટી રૂ.55,547 રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ વધુ 1.07 ટકા તૂટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ આજે પીછેહટ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના 95.84 વાળા 94.32 થઈ 95.07 ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ 88.56 વાળા ઘટી 87.59 થઈ 87.98 ડોલર રહ્યા હતા. વશ્વિક સ્તરે ક્રૂડનું ઉત્પાદન તથા સપ્લાય વધતાં હવે વૈશ્વિક માગ સામે ક્રૂડનો પુરવઠો વધતાં સપ્લાય સરપ્લસ જેવી સ્થિતિ દેખાયાના સમાચાર મળ્યા હતા. ક્રૂડમાં સપ્લાય વધતાં હવે નવા વર્ષમાં ભાવ ઘટી નીચામાં 75 ડોલર સુધી ઉતરી જવાની શક્યતા વૈશ્વિક જાણકારો દર્શાવી રહ્યા હતા. 

ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ નવા વર્ષમા ભાવ ઘટી નીચામાં 75 ડોલર સુધી ઉતરી જવાની શક્યતા વૈશ્વિક જાણકારો દર્શાવી રહ્યા હતા. ગોલ્ડ મેન સેકના જણાવ્યા મુજબ નવા વર્ષમાં વૈશ્વિક માગ કરતાં ક્રૂડની વૈશ્વિક સપ્લાય દૈનિક 20 લાખ બેરલ્સ વધુ રહેવાની શક્યતા જણાઈ રહી છે. દરમિયાન, ભારતમાં સોનાના દાગીનામાં હોલમાર્કની પદ્ધતિમાં યોગ્ય વહીવટી નીતિનો અમલ થઈ રહ્યો નથી એવું કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) ના એક રિપોર્ટમાં જણાવાતાં દેશના ઝવેરી બજારોમાં આ પ્રશ્ને ખાસ્સી ચકચાર જન્મી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત