મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

PF એકાઉન્ટ હોલ્ડર્સને મળવાના છે સારા સમાચાર, જાણો ક્યારે તમારા એકાઉન્ટમાં જમા થશે વ્યાજના રૂપિયા?

જો તમે પણ નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ફેબ્ર

PF એકાઉન્ટ હોલ્ડર્સને મળવાના છે સારા સમાચાર, જાણો ક્યારે તમારા એકાઉન્ટમાં જમા થશે વ્યાજના રૂપિયા?

જો તમે પણ નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ફેબ્રુઆરી 2024માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે ભવિષ્ય નિધિ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. EPFOએ 2023-24 માટે વ્યાજ દર ગયા વર્ષના 8.15%થી વધારીને 8.25% કર્યો છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે EPF વ્યાજ આપવામાં આવ્યું નથી. ઘણા લોકોને એ જાણવામાં રસ હોય છે કે, EPFનું વ્યાજ તેમના ખાતામાં ક્યારે આવશે.

ચાલુ છે વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા

એક EPF સભ્ય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્યાજને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્નના જવાબમાં EPFOએ કહ્યું કે, વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમારા એકાઉન્ટમાં જલ્દી જ પૈસા જમા થઈ જશે. જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવે છે, તેની સંપૂર્ણ ચુકવણી એક જ વારમાં કરવામાં આવશે. વ્યાજને કારણે તમને કોઈ નુકસાન નહીં થાય. સૂત્રોનું કહેવું છે કે, સરકાર તરફથી EPF પર મળતું વ્યાજ ટૂંક સમયમાં ટ્રાન્સફર થઈ શકે છે.

ઓનલાઈન અને ઓફલાઈન પૈસા ઉપાડવાની સુવિધા

નાણાકીય વર્ષ 2023-2024ના અંત સુધીમાં, નાણાકીય વર્ષ 2022-23 માટે EPFO ​​દ્વારા 28.17 કરોડ સભ્યોના એકાઉન્ટમાં વ્યાજ જમા કરવામાં આવ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) કર્મચારીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ બચત અને પેન્શન યોજના છે. જ્યારે કર્મચારી રિટાયર થાય છે ત્યારે તેને આ ફંડમાંથી પૈસા મળે છે. EPF મેમ્બર્સ તરફથી તમે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રકમ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા માટે દાવો દાખલ કરી શકો છો.

EPF એકાઉન્ટમાં 12% જમા કરાવવાના રહેશે

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં સેલેરીડ ક્લાસના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ બચત યોજના છે. EPF અને MP એક્ટ હેઠળ, કર્મચારીએ તેની માસિક આવકના 12% EPF એકાઉન્ટમાં જમા કરાવવાના હોય છે. આ સિવાય તે જ રકમ કંપની દ્વારા પણ જમા કરવામાં આવે છે. કર્મચારી દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ યોગદાન EPF એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, પરંતુ કંપની દ્વારા જમા કરાયેલા નાણાંમાંથી 3.67% EPF એકાઉન્ટમાં જમા થાય છે. બાકીનો 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે.

વ્યાજ દર શું છે?
નાણાકીય વર્ષ 2023-2024 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દર 8.15%થી વધારીને 8.25% કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, હવે તમને તમારા EPF એકાઉન્ટમાં જમા રકમ પર પહેલા કરતા વધુ વ્યાજ મળશે. EPF બોર્ડે ગયા વર્ષે સભ્યોના એકાઉન્ટમાં 1.07 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમના વિતરણની ભલામણ કરી હતી.

આ સમાચાર શેર કરો