Google Pay-PhonePeથી પેમેન્ટ કરનારાઓ સાવધાન! UPI ચાર્જ લાગુ થાય તે પહેલાં જ વધારાના રૂપિયા વસૂલવાનો દાવો

Google Pay-PhonePeથી પેમેન્ટ કરનારાઓ સાવધાન! UPI ચાર્જ લાગુ થાય તે પહેલાં જ વધારાના રૂપિયા વસૂલવાનો દાવો
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અત્યાર સુધી UPIથી પેમેન્ટ કરવુ લોકો માટે સરળ હતુ.પરંતુ UPI ચાર્જને લઈને ચાલી રહેલી ચર્ચાની અસર અત્યારથી નાના દુકાનદારો અને રેકડી ચલાવતા લોકોમાં જોવા મળી રહી છે. જો કે, UPI પર પ્રસ્તાવિત ચાર્જ હજુ સુધી લાગુ થયા નથી. તેવામાં અમુક વેપારીઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ માગવામાં આવી રહ્યો હોવાનો ભારતીય સ્કૂલ ઑફ બિઝનેસ(ISB)ના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે.

UPI પર ચાર્જ લાગુ નહીં પરંતુ વસૂલી શરૂ

જાહેરાત

સર્વે અનુસાર, વેપારીઓએ જણાવ્યું હતું કે તેમના સપ્લાયરોએ UPI દ્વારા કરવામાં આવતી ચૂકવણીઓ માટે એકસ્ટ્રા ચાર્જની માંગણી કરી હતી. જે દુકાનદારોએ હાલમાં UPI ચાર્જ નથી આપવો તેઓને પણ સપ્લાયરો દ્વારા લાદવામાં આવેલા એક્સ્ટ્રા ચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલા વેપારીઓનો થયો સર્વે?

ISBના સેન્ટર ફૉર એનાલિટિકલ ફાઈનાન્સે આ સર્વે 24 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કર્યો હતો. જેમાં 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 64 શહેરો અને વિસ્તારોમાં 722 વેપારીનો સમાવેશ થાય છે. સર્વેમાં 10.4 ટકા વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસોમાં તેમના સપ્લાયરે UPIથી પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ચાર્જ માગ્યો હતો.

અહેવાલો અનુસાર, ઘણા સપ્લાયર્સ વેપારીએ સ્પષ્ટ જણાવ્યું કે, જો તેઓ UPI દ્વારા ચૂકવણી કરશે તો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે રોકડ ચૂકવણી માટે આવો કોઈ એક્સ્ટ્રા ચાર્જ માગવામાં આવતો નથી. આનાથી નાના દુકાનદારોનો ખર્ચ વધી શકે છે.

UPI પર કેટલો ચાર્જ લાગશે?

UPI પેમેન્ટ્સ પર MDR(મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત, અમુક મોટા વેપારીઓએ ₹2,000 થી વધુના ચોક્કસ UPI ટ્રાન્જેક્શન પર 0.4 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, રેલવે, ફ્યુઅલ અને શિક્ષણ જેવી કેટલીક કેટેગરીઓ માટે, ₹2,000થી વધુના વ્યવહારો પર ₹5નો ફ્લેટ ચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે.

આ વ્યવસ્થા શરૂઆતમાં 15 ઑક્ટોબરથી અમલમાં આવવાની હતી, પરંતુ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ તેને દિવાળી પછી મુલતવી રાખી છે. તેના અમલીકરણ માટેની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત