પેરાસિટામોલ, શુગર, બીપી, ગેસ સહિતની આ 53 દવાઓ ટેસ્ટમાં થઇ ફેલ, જુઓ FULL LIST
તાવ આવતા જ ડૉક્ટરની સલાહ વગર પેરાસિટામોલની ગોળી ખાવી સામાન્ય વાત છે. જો તમે પણ આવી ગોળી

તાવ આવતા જ ડૉક્ટરની સલાહ વગર પેરાસિટામોલની ગોળી ખાવી સામાન્ય વાત છે. જો તમે પણ આવી ગોળી ખાવ છો તો હવે ચેતી જજો. દેશમાં દવાઓની ગુણવત્તા પર નજર રાખતી રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા હાથ ધરવામાં આવેલા ગુણવત્તા પરીક્ષણોમાં પેરાસિટામોલની ગુણવત્તા નબળી હોવાનું જાણવા મળ્યું છે.
53 દવાઓ તપાસમાં ફેલ
CDSCOની લેટેસ્ટ 'ડ્રગ એલર્ટ લિસ્ટ'માં 53 એવી દવાઓને સામેલ કરવામાં આવી છે જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ પર યોગ્ય નથી. બજારમાં ઉપલબ્ધ આ દવાઓની ક્વોલિટી ખરાબ છે. ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થનારી દવાઓમાં પેરાસિટામોલ સિવાય શુગર, બ્લડ પ્રેશર, વિટામીન ડી3 સપ્લીમેન્ટસની દવાઓ સિવાય એન્ટીબાયોટિક્સ પણ સામેલ છે. મોટાભાગની દવાઓનો ભારતીય પોતાના જીવનમાં રોજ ઉપયોગ કરે છે.
ગેસ અને પેન કિલર સહિત આ દવાઓ પણ ટેસ્ટમાં થઇ ફેલ
લિસ્ટમાં એસિડ રિફ્લક્સની સારવાર માટે ઉપયોગ થતી પેન્ટોસિડ ટેબ્લેટ, એટેક અને એક્ઝાઇટીમાં ઉપયોગ થતી ક્લોનોજેપામ ટેબ્લેટ, દુખાવો મટાડતી ડિક્લોફેનેક, શ્વાસની બીમારી માટે ઉપયોગ થતી એંબ્રૉક્સોલ, એન્ટી ફંગલ ફ્લુકોનાજોલ અને કેટલીક મલ્ટી વિટામિન અને કેલ્શિયમની ગોળીઓ પણ સામેલ છે. પેટના ઇન્ફેક્શન માટે વપરાતી મેટ્રોનિડાજોલ પણ તપાસમાં ફેલ થઇ છે. ઉર્સોકોલ 300 ટેબ્લેટ પણ ફેલ થઇ છે, જે પિતાશયની પથરીની સારવારમાં વપરાય છે.
હેર ટ્રીટમેન્ટ, સ્કિનકેર માટે વપરાતી દવા પણ ટેસ્ટમાં ફેલ
દવાઓની યાદીમાં હેર ટ્રીટમેન્ટ, એન્ટીપેરાસિટિક, સ્કિનકેર અને એન્ટી એલર્જીક માટે ઉપયોગ થતી દવા પણ સામેલ છે. સરકારે કહ્યું કે આ દવાઓ સિવાયની બીજી દવા માર્કેટમાં ઉપલબ્ધ છે તેના પર કોઇ રોક નથી.








