મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ભારતીય અર્થતંત્ર તોફાની તેજીથી આગળ વધશે, GDP 6.6 ટકા વૃદ્ધિ અંગે મૂડીઝની મહોર

ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. ભવિષ્યમાં પણ અર્થતંત્રની ગત

ભારતીય અર્થતંત્ર તોફાની તેજીથી આગળ વધશે, GDP 6.6 ટકા વૃદ્ધિ અંગે મૂડીઝની મહોર

ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. ભવિષ્યમાં પણ અર્થતંત્રની ગતિને વેગ મળશે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી બધાએ આ વાત સ્વીકારી છે.હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ આ બાબત પર મહોર મારી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

અર્થવ્યવસ્થા 6.6%ની ઝડપે વધશે

મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે મજબૂત લોનની માંગ NBFC સેક્ટરની નફાકારકતાને ટેકો આપશે. આ સેક્ટરમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળશે. એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે.

મૂડીઝે NBFC વિશે વાત કરતાં રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ માટે ભંડોળનો ખર્ચ વધી રહ્યો છે અને મજબૂત આર્થિક સ્થિતિ NBFCને સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જો કે, વ્યાજ દરમાં વધારો થવાથી ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે. આનાથી NBFCમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે, જે તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે અને આ ક્ષેત્રને મજબૂત બનાવશે.

ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે

અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો અને વ્યવસાયોની લોનની જરૂરિયાતોને પહોંચી વળવામાં એનબીએફસી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. સૌથી મોટી 20 NBFC પાસે મજબૂત બજાર સ્થિતિ છે અને હોમ લોન અથવા ઓટો લોન અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઇતિહાસ છે. વધુમાં તેમાંના મોટા ભાગની સરકારી માલિકી અથવા મોટા કોર્પોરેટ જૂથોની માલિકી છે, જે તણાવના સમયમાં તેમના ભંડોળને સ્થિરતા પ્રદાન કરશે.

આરબીઆઈ સહિત વૈશ્વિક એજન્સીઓના આ અંદાજો

જણાવી દઈએ કે મૂડીઝ રેટિંગ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ FY25 માટે GDP વૃદ્ધિનો અંદાજ આરબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અંદાજ કરતાં ઓછો છે, પરંતુ તે ડેલોઈટના અનુમાનની બરાબર છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને ફિચ રેટિંગ્સે પણ 7 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે, જ્યારે S&P ગ્લોબલ રેટિંગ્સ અને મોર્ગન સ્ટેન્લીએ 6.8 ટકાની આગાહી કરી છે. 

આ સમાચાર શેર કરો