મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2024: મોબાઇલ ફોન-ચાર્જર સસ્તા થશે, કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી, જાણો શું સસ્તું થશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ

Budget 2024: મોબાઇલ ફોન-ચાર્જર સસ્તા થશે, કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી, જાણો શું સસ્તું થશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ બજેટ છે. બજેટમાં નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાત કરી હતી.

મોબાઇલ ફોન-ચાર્જર સસ્તા થશે

બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. મોબાઇલ ફોન ચાર્જર સસ્તા થશે. આ સિવાય વિજળીના તાર, એક્સરે મશીન સસ્તું થશે. કેન્સરની ત્રણ દવાઓ પરથી કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. સોના-ચાંદીમાંથી કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે જેનાથી તે પણ સસ્તી બનશે. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6% અને પ્લેટીનમ પર 6.4% સુધી ઘટાડવામાં આવી છે.

જાણો શું સસ્તું થયું

  • એક્સરે મશીન પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે.
  •  25 જરૂરી મિનરલ્સ પર કસ્ટમ ડ્યુટી લગાવવામાં નહીં આવે.
  • ભારતમાં ત્રણ ગણા મોબાઇલ પ્રોડક્શન વધી ગયા છે, મોબાઇલ ફોન અને ચાર્જર સસ્તા થશે.
    સોલર પેનલ સસ્તા થયા છે.
  • માછલી સસ્તી થશે
  • ચામડાથી બનેલા સામાનના ભાવ ઘટાડો
  •  સોના-ચાંદીથી બનેલી જ્વેલરી સસ્તી થશે, સાથે જ પ્લેટિનમ અને તાંબાથી બનેલો સામાન સસ્તો થશે.

આ સમાચાર શેર કરો