મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આજથી બદલાઈ ગયા જીવન વીમા સંબંધિત આ નિયમો, હવે તમને પોલિસી સરેન્ડર કરવા પર મળશે વધુ રિફંડ

દેશમાં આજે એટલે કે 1લી ઓક્ટોબરે ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્મોલ સેવિંગ

આજથી બદલાઈ ગયા જીવન વીમા સંબંધિત આ નિયમો, હવે તમને પોલિસી સરેન્ડર કરવા પર મળશે વધુ રિફંડ

દેશમાં આજે એટલે કે 1લી ઓક્ટોબરે ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ, ઈન્કમ ટેક્સ અને ઈન્સ્યોરન્સ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આ બધા નિયમો સીધા તમારી સાથે સંબંધિત છે, જે તમારે જાણવું જ જોઈએ. વીમા પોલિસી સમર્પણ માટેની નવી માર્ગદર્શિકા મંગળવારથી અમલમાં આવી છે, જે હેઠળ પોલિસી પ્રીમિયમમાં વધારો થવાની ધારણા છે, જ્યારે જીવન વીમા પોલિસીમાંથી બહાર નીકળવા પર વધુ રિફંડ મળશે. 

પોલિસી સરન્ડર કરવા પર મળશે વધુ રિફંડ

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Irdai) એ વીમા કંપનીઓને 1 ઓક્ટોબર, 2024થી પરંપરાગત એન્ડોમેન્ટ પોલિસીઓ માટે ઉચ્ચ સ્પેશિયલ સરન્ડર વેલ્યુ (SSV) ઓફર કરવા જણાવ્યું છે. આનાથી એવા જીવન વીમા ગ્રાહકોને ફાયદો થશે જેઓ પોલિસી બદલવા અથવા છોડવા માંગે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ સહિત ઘણી વીમા કંપનીઓએ Irdaiને સરેન્ડર વેલ્યુ રેગ્યુલેશન એટલે કે નિયમોમાં ફેરફાર કરવા અને ધારાધોરણોને અનુસરવા માટે સમયરેખા વધારવાની અપીલ કરી છે. જોકે, વીમા નિયમનકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. આવી સ્થિતિમાં, 1 ઓક્ટોબર, 2024થી, તમામ વીમા કંપનીઓએ સ્પેશિયલ સરન્ડર વેલ્યુ રેગ્યુલેશનનું સખતપણે પાલન કરવું પડશે, જો નિષ્ફળ જશે તો વીમા નિયમનકાર Irdai તેમની સામે કડક પગલાં લેશે.

એક વર્ષ બાદ પોલિસી છોડશો તો પણ મળશે સરન્ડર વેલ્યુ

Irdaiએ જણાવ્યું હતું કે, "પાંચ વર્ષથી ઓછા સમયની મર્યાદિત પ્રીમિયમ ચુકવણીની મુદત અને સિંગલ પ્રીમિયમ પોલિસીઓ માટે, એસએસવી પ્રથમ આખા વર્ષના પ્રીમિયમ અથવા સિંગલ પ્રીમિયમની પ્રાપ્તિ પછી તરત જ ચૂકવવાપાત્ર બનશે."

કેટલું રિફંડ મળશે?

પહેલાના નિયમ પ્રમાણે જો પોલિસી ચોથા અને સાતમા વર્ષની વચ્ચે સરન્ડર કરવામાં આવે તો કુલ પ્રિમિયમની 50 ટકા રકમ ચુકવવામાં આવે છે. અગાઉની સરન્ડર વેલ્યુના ધોરણો મુજબ, જો તમે ચાર વર્ષ પછી પોલિસી સરેન્ડર કરી હોત, તો તમને રૂ. 1.2 લાખ (રૂ. 2 લાખના કુલ પ્રીમિયમના 50% અને રૂ. 40,000નું બોનસ) પરત મળત. હવે આ વિશેષ સમર્પણ મૂલ્ય નિયમન હેઠળ, તમને 1.55 લાખ રૂપિયા રિફંડ કરવામાં આવશે."

આ સમાચાર શેર કરો