મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Saving Tips / આ નાણાકીય વર્ષના અંતે વધુ બચત કરવા માંગો છો, તો રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખો આટલી બાબતો

દર વર્ષે લોકો નવા-નવા સપના જુએ છે. આ માટે તેઓ બચત કરવાની યોજના પણ બનાવે છે. અને વધુ વળતરની શોધમાં ઘણી જગ્યાએ રોકા

Saving Tips / આ નાણાકીય વર્ષના અંતે વધુ બચત કરવા માંગો છો, તો રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખો આટલી બાબતો

દર વર્ષે લોકો નવા-નવા સપના જુએ છે. આ માટે તેઓ બચત કરવાની યોજના પણ બનાવે છે. અને વધુ વળતરની શોધમાં ઘણી જગ્યાએ રોકાણ પણ કરે છે. ભવિષ્યના તણાવને દૂર કરવા માટે રોકાણ એ ખૂબ જ સારો વિકલ્પ છે, પરંતુ રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે પણ આ નાણાકીય વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

રોકાણ માટે યોગ્ય આયોજન કરો

ઘણી વખત આપણે રોકાણ કરવાનું વિચારીએ છીએ પરંતુ આપણી પાસે યોગ્ય પ્લાનિંગ નથી હોતું. આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલા યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત કોઈ ઈમરજન્સીઆવી જાય છે તેના કારણે રોકાણ કરેલા પૈસા પણ વાપરવા પડે છે અને આપણી આર્થિક સ્થિતિ પણ બગડી જાય છે. આવી સ્થિતિમાં જો યોગ્ય આયોજન સાથે રોકાણ કરવામાં આવે તો કટોકટીની પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે મજબૂત રહી શકાય.

વધુ વળતર સાથેનો વિકલ્પ પસંદ કરો

હાલમાં, બજારમાં ઘણા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમારે હંમેશા વધુ વળતર સાથેનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. જો તમે ગેરંટી રીટર્ન સાથેના વિકલ્પમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે FD અથવા PPFમાં રોકાણ કરી શકો છો.

રીસર્ચ કરીને જ રોકાણ કરો

જ્યારે પણ રોકાણ કરવાનું વિચારો તો થોડું રીસર્ચ કરો. ઘણી વખત લોકો ઉતાવળમાં રોકાણ કરે છે. રોકાણ કરતી વખતે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે જે કંપનીના શેર ખરીદવા જઈ રહ્યા છો તેના વિશે સંપૂર્ણ રીસર્ચ કરો. આ પછી જ તમે તેમાં રોકાણ કરો.

રોકાણ કરવાની આદત બનાવો

ઘણા નિષ્ણાતો ભલામણ કરે છે કે આપણે રોકાણ કરવાની ટેવ પાડવી જોઈએ. મોંઘવારી સતત વધી રહી છે, આવી સ્થિતિમાં તમે જેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરો છો તેટલું વધારે વળતર મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે, તો તેની પાસે નિવૃત્તિ સમયે મોટા પ્રમાણમાં ફંડ જમા થઈ જશે.

રોકાણનું લક્ષ્ય નક્કી કરો

જ્યારે પણ આપણે રોકાણ કરીએ છીએ ત્યારે આપણે એક ધ્યેય કે લક્ષ્ય બનાવીએ છીએ. નાનપણમાં જેમ રમકડાં કે બીજી કોઈ વસ્તુ ખરીદવા ગુલકમાં પૈસા નાખતા. એ જ રીતે આપણે રોકાણ માટે લક્ષ્ય નક્કી કરવું જોઈએ. લક્ષ્ય સાથે રોકાણ કરતી વખતે, આપણે રોકાણ કરવાની આદત જાળવીએ છીએ. આ ઉપરાંત, આપણે આપણી જરૂરિયાત મુજબ રોકાણ વિકલ્પ પણ બદલી શકીએ છીએ.

ખર્ચ અને દેવા વચ્ચેનો તફાવત સમજો

તમારે રોકાણ કરવું જોઈએ પરંતુ દેવું અને ખર્ચ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. જો તમે મોટું ભંડોળ એકઠું કરવાનું વિચારી રહ્યા છીએ તો તમારે તમારા ખર્ચને મર્યાદામાં રાખવાની જરૂર છે. અણધાર્યા ખર્ચાઓને આવરી લેવા માટે તમારે હંમેશા તમારા પગારનો એક ભાગ બચાવવો જોઈએ.

આ સિવાય હંમેશા ઓછામાં ઓછી લોન લેવાનો પ્રયાસ કરો, લોન એ એક પ્રકારની દલદલ છે. આનાથી જેટલું દૂર રહેશો એટલું સારું. જો તમે કોઈ કારણસર લોન લીધી હોય તો પહેલા તેની ચૂકવણી કરવી જોઈએ. તમારે એટલી જ લોન લેવી જોઈએ કે જે તમે સમયસર ચૂકવી શકો.

આ સમાચાર શેર કરો