Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian capital markets have raised more money from IPOs in 5 years than the previous $20 billion IPO predicted by Equirus in 2026

IPO: ભારતીય મૂડી બજારમાં 5 વર્ષમાં 20 અબજ ડોલરના IPO કરતાં વધુ નાણાં એકઠા કરાયા, જાણો તેની પાછળના કારણો

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPO: ભારતીય મૂડી બજારમાં 5 વર્ષમાં 20 અબજ ડોલરના IPO કરતાં વધુ નાણાં એકઠા કરાયા, જાણો તેની પાછળના કારણો
સોર્સ : GSTV

IPO: ભારતીય મૂડી બજારોએ વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષમાં વિક્રમજનક ફંડ એકત્રિત કર્યું છે. ઇક્વિરસ કેપિટલ દ્વારા મેળવાયેલા નવા ડેટા મુજબ કંપનીઓએ વર્ષ 2020થી 2025 દરમિયાન આઈપીઓ થકી રૂ. 5,394 અબજ એકત્રિત કર્યા છે જે અગાઉના સમગ્ર બે દાયકા (2000-2020) દરમિયાન એકત્રિત કરાયેલા રૂ. 4,558 અબજ કરતા વધુ છે. 

App Store

આ વિક્રમી વધારાને નોંધનીય બનાવતી બાબત એ છે કે આ ફંડ વર્ષ 2000થી 2020 દરમિયાન 658 ઇશ્યૂની સરખામણીએ 2020-2025ના સમયગાળા દરમિયાન માત્ર 336 આઈપીઓ થકી એકત્રિત કરવામાં આવ્યું છે.

ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પાવરહાઉસ પૈકીની એક ઇક્વિરસ કેપિટલના ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના હેડ અને મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ શાહે જણાવ્યું હતું કે “આ નોંધપાત્ર પ્રમાણમાં મૂડી એકત્રિત કરવા પાછળના કારણો પૈકીનું એક કારણ એ છે કે છેલ્લા સતત પાંચ વર્ષોમાં સરેરાશ આઈપીઓ સાઇઝ રૂ. 1,605 કરોડની રહી છે જે 2000-2020 દરમિયાન રૂ. 692 કરોડ હતી.”

વધી રહેલો ઓફર ફોર સેલનો હિસ્સો અને મજબૂત મોનેટાઇઝેશન તકો

ભારતના મૂડી બજારોના ઝડપી વિસ્તરણથી પ્રમોટરો અને ફાઇનાન્શિયલ સ્પોન્સર્સને ઇક્વિટી હોલ્ડિંગ્સનું વધુ અસરકારક રીતે મોનેટાઇઝેશન કરવાની શક્તિ મળી છે. આ વલણ આઈપીઓમાં ઓફર ફોર સેલ (ઓએફએસ) વ્યવહારોના વધતા હિસ્સામાં જોવા મળે છે  

શાહે જણાવ્યું હતું કે, “આઈપીઓની ઓફર ફોર સેલની વધતી જતી સ્વીકૃતિએ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સને એક્ઝિટ સુરક્ષિત કરવામાં મદદ કરી છે અને પ્રમોટરના સફળ ઉદ્યોગસાહસિકતાના આંશિક મોનેટાઇઝેશનમાં મદદ કરી છે.”

પ્રાઇવેટ ઇક્વિટી એક્ઝિટ ટ્રેન્ડ્સ આ ગતિને વધુ મજબૂત બનાવે છે. 2025ના પ્રથમ 10 મહિનામાં પીઈ એક્ઝિટમાં સેકન્ડરી વેચાણનો હિસ્સો 2024માં 7 ટકાથી બમણાથી વધુ વધીને 16 ટકા થયો હતો. બ્લોક ડીલ્સ પ્રભુત્વશાળી એક્ઝિટ પદ્ધતિ રહી છે છતાં તેમનો ફાળો 2024માં 67 ટકાથી ઘટીને જાન્યુઆરી-ઓક્ટોબર 2025માં 56 ટકા થયો છે.

 આ ડીલ વોલ્યુમ ભવિષ્યમાં વધવાનું છે કારણ કે 165 મિલિયન ડોલરના મૂલ્યના પીઈ રોકાણો મેચ્યોર થઈ રહ્યા છે અને આગામી વર્ષોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ તબક્કામાં પહોંચશે, એમ શાહે ઉમેર્યું હતું.

 ત્રણ મોટી આઈપીઓ થીમ્સ જે 2026ને આકાર આપશે

ઇક્વિરસના મતે ત્રણ સ્ટ્રક્ચરલ ટ્રેન્ડ્સ 2026માં ભારતના આઈપીઓ માર્કેટ્સની વ્યાખ્યા કરશેઃ

1.    નવા જમાનાના અને ડિજિટલ ઇકોનોમી આઈપીઓ માટે રોકાણકારોની મજબૂત ભૂખ

2.   મોટી સાઇઝના આઈપીઓ નવા બેન્ચમાર્ક સ્થાપશે અને બજારની તરલતા વધારશે

3.   ટિયર-2 અને ટિયર-3 શહેરોના વધતા ઇશ્યૂઅન્સ દ્વારા સમર્થિત મૂડી બજારો સુલભ બનશે

 ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઇશ્યૂ હવે એકત્રિત કરાયેલી ઇશ્યૂની રકમના ચોથા ભાગ કરતા વધુ છે જે 2021માં માત્ર 4 ટકા હતા, એમ શાહે જણાવ્યું હતું.

ભારતની આર્થિક ગતિવિધિ બજારની ગહનતાને વેગ આપે છે

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે, જેને ઉત્પાદનમાં પુનરુત્થાન, મેક ઇન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ તથા મજબૂત ઉદ્યોગસાહસિક આધાર દ્વારા સમર્થન મળી રહ્યું છે. શાહે જણાવ્યું હતું કે, “ભારત એક એવી જગ્યા તરીકે ઉભરી રહ્યું છે જ્યાં રોકાણકારો ટકાઉ વિકાસ શોધી શકે છે.”

 આ મોમેન્ટમે મૂડી બજારોમાં સ્થાનિક રોકાણ પ્રવાહને પણ મજબૂત બનાવ્યો છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો હવે એનએસઈ-લિસ્ટેડ કંપનીઓની માલિકીમાં એફઆઈઆઈને પાછળ છોડી રહ્યા છે