Good news: PM કિસાન યોજનાનો 21મો હપ્તો બહાર પડયો, ફટાફટ ચેક કરી લો તમારું એકાઉન્ટ

Good news: PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી રકમનો 21મો હપ્તો બુધવારે પીએમ મોદીએ બહાર પાડયો છે. જો તમે પણ લાભાર્થી હોવ તો તમારા બેંક ખાતામાં ચેક કરી લે જો. પીએમ મોદીએ એક કાર્યક્રમમાં પીએમ કિસાન સ્કીમનો બાકી 12મો હુ્તો લાભાર્થીના બેંક ખાતામાં સીધા ટ્રાંસફર કરી દીધા છે. આનાથી આશરે 9 કરોડથી વધુ ખેડૂતોની પ્રતીક્ષા સમાપ્ત થઈ ગઈ છે. 21મો હપ્તા તરીકે સરકારે 18 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાંસફર કરી છે.
અત્યાર સુધીમાં કુલ 3.90 લાખ કરોડનું વિતરણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, સરકાર વાર્ષિક કુલ રૂપિયા 6,000 પાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરે છે. આ રૂપિયા 2,000 પ્રતિ હપ્તાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તમારી માહિતી માટે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 3.90 લાખ કરોડથી વધુનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે.
આ યોજના 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાઈ હતી
કેન્દ્ર સરકારની આ મુખ્ય કેન્દ્રીય ક્ષેત્ર યોજના 24 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બર, 2025ના રોજ આગામી હપ્તો બહાર પાડવામાં આવશે, જેનાથી અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી છે. આ ભંડોળ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ લાભ સાબિત થયું છે.
લાભ ક્યારે મળે?
પીએમ-કિસાન લાભ ફક્ત તે ખેડૂતોને જ ઉપલબ્ધ છે જેમની જમીનની માહિતી પીએમ-કિસાન પોર્ટલ પર નોંધાયેલ છે અને જેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલા છે. સરકાર સમયાંતરે ગ્રામ્ય સ્તરે ખાસ ઝૂંબેશ ચલાવી રહી છે જેથી ખેતીલાયક જમીન ધરાવતા પરંતુ હજુ સુધી યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તેવા તમામ ખેડૂતોને સામેલ કરી શકાય. તમે પીએમ કિસાન યોજના હેઠળ પણ નોંધણી કરાવી શકો છો, પરંતુ તમારે પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે.

