નાણાંકીય ફ્લેક્સિબિલિટી સુધરતા ઈન્ડિયા રેટિંગે વેદાંતા લિમિટેડનું રેટિંગ કર્યું અપગ્રેડ
ઈન્ડિયા રેટિંગ્સે વેદાંતા લિમિટેડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પર તેનું રેટિંગ

ઈન્ડિયા રેટિંગ્સે વેદાંતા લિમિટેડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પર તેનું રેટિંગ A+થી વધારીને AA- કર્યું છે. વેદાંતાની સુદરેલી નાણાંકીય ફ્લેક્સિબિલિટી, ડિમર્જરમાં થઈ રહેલી પ્રગતિ અને નાણાંકીય વર્ષ 2027 પછી દેવામાં થઇ રહેલા ઘટાડાને કારણે આ રેટિંગ વધ્યું છે.
આ પણ વાંચો: શેર બજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે ચેતવણી, આ નંબરથી ફોન આવે તો રહેજો સાવધાન
ઈન્ડિયા રેટિંગ્સે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તાજેતરની ભંડોળ એકત્રીકરણની કામગીરીને જોતાં લિક્વિડિટી મેનેજમેન્ટ કવાયત હેઠળ વેદાંતા રિસોર્સીસ લિમિટેડના યુએસડી બોન્ડ્સના રિફાઇનાન્સિંગ રિસ્કમાં નોંધપાત્ર ઘટાડાના કારણે વેદાંતાની નાણાંકીય ફ્લેક્સિબિલિટીમાં વધારાના પગલે આ રેટિંગ અપગ્રેડ થયું છે જે વેદાંતા લિમિટેડના લિક્વિડિટીના જોખમો હળવા કરે તેવી સંભાવના છે. ઓછા વ્યાજ દરે ડેટ માર્કેટ્સમાં એક્સેસ મેળવવાની વેદાંતા લિમિટેડ અને વેદાંતા રિસોર્સીસ લિમિટેડની ક્ષમતા અને એલ્યુમિનિયમ બિઝનેસથી સુધરેલા એબિટાનું યોગદાન નાણાંકીય વર્ષ 2027 પછી કન્સોલિડેટેડ નાણાંકીય બોજ હળવો થવાની શક્યતા છે.
છેલ્લા ચાર મહિનામાં વેદાંતા લિમિટેડનું આ ત્રીજું રેટિંગ અપગ્રેડ છે. અગાઉ આ મહિને ક્રિસિલે વેદાંતાની લાંબા ગાળાની બેંક સુવિધાઓ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર તેનું રેટિંગ ‘AA-’થી વધારી ‘AA’ કર્યું હતું જ્યારે A1+ સાથે ટૂંકા ગાળાના રેટિંગને ફરીથી સમર્થન આપ્યું હતું. ઇકરાએ સપ્ટેમ્બરમાં વેદાંતા લિમિટેડનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ ‘AA-’ થી ‘AA’ વધારીને કર્યું હતું.
આ પણ વાંચો: ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે આ આઇપીઓ, અહીં જાણો વિગતો
વેદાંતાના સૂચિત ડિમર્જર અંગે ઈન્ડિયા રેટિંગે જણાવ્યું હતું કે ડિમર્જર પછી વ્યક્તિગત એકમની નાણાકીય તરલતા અને ક્રેડિટ પ્રોફાઇલ ઘટે તેવી તેને અપેક્ષા નથી. આથી, રેટિંગ હાલના સ્તરેથી જળવાઈ રહે અથવા તેમાં વધારો થાય તેવી સંભાવના છે, એમ એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું.
રેટિંગ એજન્સીએ નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2026માં વેદાંતાના એલ્યુમિનિયમ બિઝનેસમાં સારા ટનદીઠ એબિટાની પણ અપેક્ષા વ્યક્ત કરી છે. આ બિઝનેસ સુધરેલા કોલ લિંકેજીસના લીધે પાવર કોસ્ટમાં ઘટાડાથી નફો વધવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ એબિટા વોલ્યુમમાં વધારો, નવી ક્ષમતાઓના નિર્માણ અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડાથી એલ્યુમિનિયમ બિઝનેસ માટે મજબૂત થાય છે.
આ પણ વાંચો: જલ્દી કરોડપતિ બનવા માંગો છો તો આ સ્કીમ રહેશે બેસ્ટ! અહીં જાણો સંપૂર્ણ ગણતરી
લંબાયેલી મેટલ રેલી અને અન્ય ઓપરેશનલ પરિબળોના પગલે વેદાંતા લિમિટેડના શેર્સ 16 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન રૂ. 526.95ના નવા 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. વેદાંતાના શેર્સ અત્યાર સુધી 100 ટકાથી વધુ વધ્યા છે જે 17 ટકા વધેલા નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર પાંચ ગણું આઉટપર્ફોર્મન્સ બતાવે છે. કંપનીનું માર્કેટ કેપ પણ આ નાણાંકીય વર્ષમાં રૂ. 2 લાખ કરોડના આંકને વટાવી ગયું છે.








