ITR ફાઈલ કરતા પહેલા તૈયાર રાખજો આ ડોક્યૂમેન્ટ્સ, નહીં આવે કોઈ સમસ્યા
ફાઇનેન્શિયલ યર 2022-23 અને એસેસમેન્ટ યર 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભર

ફાઇનેન્શિયલ યર 2022-23 અને એસેસમેન્ટ યર 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે 31 જુલાઈ, 2024 સુધી દંડ વિના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. જો તમે જાતે જ રિટર્ન ફાઈલ કરવા માગતા હોવ તો આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. જો તમે પહેલીવાર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો તો કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. રિટર્ન ફાઈલ કરતા પહેલા દરેક કરદાતાએ પોતાની પાસે કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા જોઈએ. તેથી તમને રિટર્ન ફાઇલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
1. ફોર્મ-16 છે જરૂરી
ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે ફોર્મ-16 ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેક કાર્યકારી વ્યક્તિને તેની કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા ફોર્મ-16 જારી કરવામાં આવે છે. આના દ્વારા ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું સરળ બની ગયું છે. ફોર્મ-16માં, કરદાતાઓની કુલ આવક સાથે, ચોખ્ખી આવક અને આવકમાંથી કાપવામાં આવેલ TDS વિશેની માહિતી નોંધવામાં આવે છે.
2. હોમ લોન સ્ટેટમેન્ટ
જો તમે કોઈપણ બેંક અથવા NBFC પાસેથી હોમ લોન લીધી છે, તો છેલ્લા નાણાકીય વર્ષ માટે બેંક પાસેથી લોન સ્ટેટમેન્ટ લેવાનું ભૂલશો નહીં. આ તમને જણાવશે કે તમે લોન પર કેટલું વ્યાજ ચૂકવ્યું છે. તમે આવકવેરાની કલમ 24 હેઠળ હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો.
3. રોકાણનો પુરાવો
જો તમે કર બચત માટે આવકવેરાની કલમ 80C, 80CCC અને 80CCD હેઠળ રોકાણ કર્યું છે, તો તમે રોકાણના પુરાવા સાથે કર મુક્તિનો દાવો કરી શકો છો. આ રિબેટનો દાવો કરવા માટેના પુરાવા તરીકે કામ કરે છે.
4. કેપિટલ ગેઇનના દસ્તાવેજો પણ જરૂરી
જો તમે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અથવા મિલકત દ્વારા રોકાણ કરીને પૈસા કમાયા હોય, તો તેને કેપિટલ ગેઇ કહેવાય છે. ITR ફાઇલ કરતી વખતે, મૂડી લાભો દ્વારા કમાયેલી આવક વિશે પણ માહિતી આપવી જરૂરી છે.
5. આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરી
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આધાર અને PAN વિગતો આપવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે રિટર્ન ફાઇલ કરતા પહેલા આ બંને દસ્તાવેજો તમારી પાસે રાખવા પડશે. આ સાથે, જો તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ છે તો તેના વિશે માહિતી આપવી પણ મહત્ત્વપૂર્ણ છે.
6. સેલેરી સ્લિપ પણ મહત્ત્વપૂર્ણ
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે, કરદાતા પાસે તેની સેલેરી સ્લિપ પણ હોવી જોઈએ. સેલેરી સ્લિપમાં વ્યક્તિની વાર્ષિક આવક. ડીએ, હાઉસ રેટ વગેરે વિશેની માહિતી દાખલ કરવામાં આવી છે.








