મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ક્રેડિટ કાર્ડથી ભરો છો બિલ તો થઈ જજો સાવધાન, 1લી જુલાઈથી આ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર

જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ક

ક્રેડિટ કાર્ડથી ભરો છો બિલ તો થઈ જજો સાવધાન, 1લી જુલાઈથી આ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર

જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો સાત દિવસ પછી એટલે કે 1 જુલાઈ, 2024થી લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં ક્રેડ, ફોનપે, બિલડેસ્ક જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કયા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેની યુઝર્સ પર શું અસર થશે?

1લી જુલાઈથી લાગુ થશે આ નિયમ

જૂન મહિનો પૂરો થવાનો છે અને એક અઠવાડિયા પછી જુલાઈ મહિનો શરૂ થશે. આવતા મહિને પણ કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી બિલની ચુકવણી સાથે સંબંધિત છે. એક અહેવાલ મુજબ, RBIના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ. તે પછી દરેકે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવાનું રહેશે.

8 બેંકોએ કર્યું પાલન પણ ઘણી મોટી બેંકો રહી પાછળ

સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ ઘણી મોટી બેંકો છે જેણે નવા ફેરફાર હેઠળ તેમના નિયમોમાં ફેરફાર કર્યો નથી અને તેમાં HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, RBIના નવા રેગ્યુલેશન મુજબ, 8 બેંકોએ તેમના પગલાં આગળ વધાર્યા છે, જેમાં SBI કાર્ડ, બેંક ઓફ બરોડા કાર્ડ, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.

પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનો ધ્યેય

આ નવું રેગ્યુલેશન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચૂકવણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા અને ભારતની ચુકવણી પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યું છે. BBPS, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી, અલગ-અલગ પેમેન્ટ સર્વિસ માટે એક જ પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હવે તેના અમલીકરણની સમયમર્યાદા નજીક આવી રહી છે અને જો બેંકો નિર્ધારિત સમયની અંદર તેનું પાલન નહીં કરે, તો તે તેમના માટે તેમજ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ પર નિર્ભર ફિનટેક પ્લેટફોર્મ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

શું છે BBPS?

BBPS એટલે કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ. આ બિલ પેમેન્ટની એક સંકલિત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. તે NPCIની દેખરેખ હેઠળ કામ કરે છે. ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે ફોનપે, ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તેના દ્વારા એક જ પ્લેટફોર્મ પર બધા જ પ્રકારના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી શકાય છે.

આ સમાચાર શેર કરો