મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વધશે તો..., TATAથી લઈને અદાણી સુધી આ 10 ભારતીય કંપનીઓને થશે મોટું નુકસાન

મિડલ ઈસ્ટમાં તણાવ અને સંઘર્ષ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઈઝરાય

જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વધશે તો..., TATAથી લઈને અદાણી સુધી આ 10 ભારતીય કંપનીઓને થશે મોટું નુકસાન

મિડલ ઈસ્ટમાં તણાવ અને સંઘર્ષ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ, પછી ઈઝરાયેલ-લેબેનોન અને હવે ઈઝરાયેલ-ઈરાન વચ્ચે વણસતી પરિસ્થિતિથી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. યુદ્ધની અસર બંને દેશોમાં પહેલાથી જ દેખાઈ રહી છે. અમેરિકાથી લઈને ભારત સુધીના શેરબજાર તેના ઉદાહરણ છે. ક્રૂડ ઓઈલની કિંમતોએ ચિંતામાં વધુ વધારો કર્યો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવને પગલે ટાટાથી લઈને અદાણી સુધી, ઘણી ભારતીય મોટી કંપનીઓ ચિંતિત છે, કારણ કે ઈઝરાયેલમાં તેમનો મોટો બિઝનેસ ફેલાયેલો છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે, ગુરુવારે સેન્સેક્સ 1769 પોઈન્ટ્સ અને નિફ્ટી 546 પોઈન્ટ્સ તૂટ્યો હતો, જ્યારે શુક્રવારે પણ બજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. આ યુદ્ધની અસર હેઠળ લગભગ 14 ભારતીય કંપનીઓ છે, જે સૌથી વધુ પ્રભાવિત થઈ રહી છે. જેમાં ટાટા ગ્રુપની કંપનીઓથી લઈને ગૌતમ અદાણી સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે. યુદ્ધની અસર આ કંપનીઓના શેર પર પડવા લાગી છે.

એક રિપોર્ટ પ્રમાણે ઈઝરાયેલમાં સામ્રાજ્ય ધરાવતી ભારતીય કંપનીઓમાં 14થી વધુ શેરબજારમાં લિસ્ટેડ મોટા નામ છે. જેમાં અદાણી ગ્રૂપની અદાણી પોર્ટ, ફાર્મા સેક્ટરની સનફાર્મા, જ્વેલરી સેક્ટરની કલ્યાણ જ્વેલર્સથી લઈને ટાટા ગ્રૂપની ટાઈટન વગેરે મોટા નામ છે. આ સિવાય ટીસીએસ, વિપ્રોથી લઈને ટેક મહિન્દ્રાના ઈઝરાયેલમાં મોટા બિઝનેસ છે.

ઇઝરાયેલ સાથે સૌથી મોટો બિઝનેસ ધરાવતી સૌથી અગ્રણી ભારતીય કંપનીઓમાંની એક અદાણી પોર્ટ્સ છે, જે ઇઝરાયેલના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક હાઇફા પોર્ટમાં મોટો હિસ્સો ધરાવે છે. યુદ્ધની સ્થિતિને પગલે ગુરુવારે અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ઈઝરાયલી ટેરો ફાર્માસ્યુટિકલ્સમાં મોટી હિસ્સેદારી ધરાવતી સન ફાર્માસ્યુટિકલ્સને પણ અસર થઈ શકે છે.

ઇઝરાયેલમાં બિઝનેસ કરતી ભારતીય કંપનીઓમાં મોટું નામ ટાટા ગ્રુપનું છે. જ્વેલરી સેક્ટરથી લઈને આઈટી સેક્ટર સુધીનો બિઝનેસ વિસ્તરેલો છે. જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણશે તો ટાઈટન અને ટીસીએસના બિઝનેસને અસર થઈ શકે છે. કલ્યાણ જ્વેલર્સ ઇઝરાયેલમાં પણ હાજરી ધરાવે છે. ઇઝરાયેલની મોટી કંપનીઓને વિપ્રો અને ટેક મહિન્દ્રા વગેરે આઇટી સેવાઓ પૂરી પાડે છે.  

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષના ભયને કારણે બેંકિંગ અને માઈનિંગ સેક્ટરમાં હલચલ મચી ગઈ છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ ઈઝરાયેલમાં છે. લાર્સન એન્ડ ટુબ્રો ખાણકામ ક્ષેત્રની મોટી કંપનીઓમાંની એક છે, તેનો બિઝનેસ પણ ત્યાં ફેલાયેલો છે. એશિયન પેઇન્ટ્સ અને બર્જર પેઇન્ટ્સના ઉત્પાદનોની પણ ઇઝરાયેલમાં ખૂબ માંગ છે. આ કંપનીઓના શેર પાછલા ટ્રેડિંગ દિવસે 3થી 4 ટકા ઘટ્યા હતા.

આ સમાચાર શેર કરો