મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2025 : જળ જીવન મિશન અને ઉડાન યોજના અંગે સરકારની મોટી જાહેરાત

આજે એટલે કે શનિવાર (1 ફેબ્રુઆરી 2025)ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે.

Budget 2025 : જળ જીવન મિશન અને ઉડાન યોજના અંગે સરકારની મોટી જાહેરાત

આજે એટલે કે શનિવાર (1 ફેબ્રુઆરી 2025)ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણ રેકોર્ડ આઠમી વખત સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે.

ઉડાન યોજનાની જાહેરાત

જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 120નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત છે. ઉડાન યોજના દ્વારા 4 કરોડ નવા મુસાફરો ઉમેરવાનું લક્ષ્ય છે. બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ ખુલશે. પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે ઉડાન યોજનાથી લગભગ 1.5 કરોડ લોકોને લાભ થશે. પ્રાદેશિક જોડાણ વધશે. 

ઉડાન યોજના 2016 માં શરૂ થઈ હતી

મોદી સરકારે દેશના સામાન્ય નાગરિકો અને નાના શહેરોને હવાઈ સેવાઓ પૂરી પાડવા માટે 2016માં ઉડાન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના વિવિધ ભાગોમાં ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં રેલ, રોડ અને પરિવહનના અન્ય માધ્યમોનો અભાવ છે, હવાઈ જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

પીએમ મોદીએ જાહેરમાં કહ્યું છે કે તેઓ લોકોને ચંપલ પહેરીને ફ્લાઇટમાં ચઢતા જોવા માંગે છે. પીએમ મોદીએ 15 જૂન 2016ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. 27 એપ્રિલ 2017ના રોજ તેમણે દિલ્હી અને શિમલા વચ્ચેની પ્રથમ સ્થાનિક ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી.

જળ જીવન મિશન પર મોટી જાહેરાત

નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર જળ જીવન મિશનને 2028 સુધી લંબાવવા જઈ રહી છે. સરકારનો ઉદ્દેશ્ય દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે. જળ જીવન યોજનામાં મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. લોકોને ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. આના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અમારું મુખ્ય ધ્યાન માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પર રહેશે. દરેક વ્યક્તિને નળમાંથી જળ મળવું જોઇએ. 

ગિગ વર્કર્સ માટે મોટી જાહેરાતો

નિર્મલા સીતારમણે બજેટમાં ગિગ વર્કર્સ માટે મોટી જાહેરાતો કરી છે. 1 કરોડ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા મળશે. તેનું ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થશે.

આ સમાચાર શેર કરો