ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો કડાકો, 1 દિવસમાં જ 100 લાખ ડોલરથી વધુ સ્વાહા
અદાણી ગ્રૂપના માલિક અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર મુશ્કેલીમાં છે. હિંડનબર્ગનું ભૂત હજી શમ્યું નથ

અદાણી ગ્રૂપના માલિક અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર મુશ્કેલીમાં છે. હિંડનબર્ગનું ભૂત હજી શમ્યું નથી ત્યાં ગૌતમ અદાણીની કંપની પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ સમાચાર આવતાની સાથે જ અદાણીના શેર પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા છે. જેના પગલે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં 10 બિલિયન ડૉલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે 2023ના હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ માટે આજનો દિવસ સૌથી ખરાબ હતો.
આ પણ વાંચો: 'અદાણીની ધરપકડ કરવામાં આવે, PM મોદી દર વખતે તેમને બચાવે છે'- રાહુલ ગાંધી
રિયલ ટાઇમ લિસ્ટ ફોર્બ્સના ડેટા પ્રમાણે અમેરિકાએ લાંચ અને છેતરપિંડીના આરોપમાં ગૌતમ અદાણી સહિત 7 લોકો સામે તપાસ શરૂ કર્યા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ 10 બિલિયન ડૉલરથી વધુ ઘટીને 59.3 બિલિયન ડૉલર થઈ ગઈ છે, જ્યારે તેમના ભાઈ વિનોદ અદાણીની નેટવર્થ ઘટી છે $4.7 બિલિયન ડોલર ઘટીને $15.5 બિલિયન ડોલર થઈ ગઇ છે.
અદાણી ગ્રૂપના શેર 20 ટકાથી વધુ ગગડ્યા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને બુધવારે અદાણી પરિવાર અને છ લોકો પર સોલર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન ડોલર લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. આ પછી ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેર 20 ટકાથી વધુ ગગડ્યા હતા. પરિણામે અદાણી ગ્રુપની કુલ 11 કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2.25 લાખ કરોડ ઘટીને રૂ. 12 લાખ કરોડ થયું હતું.
અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી સોલ્યુશનમાં સૌથી મોટો ઘટાડો
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ, અદાણી પોર્ટ, અદાણી પાવર અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાથી વધુનું ગાબડું પડ્યું હતું.








