જાણો સોના-ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો, અને ડોલર સામે રુપિયામાં સુધારો કે નહિ?
સામાન્ય માણસ હોય કે રોકાણ

સામાન્ય માણસ હોય કે રોકાણકાર દરેકની નજર શેરહજારના આંકડા પર જ રહેતી હોય છે. શેર બજારના આંકડામાંથી વધારો કે ઘટાડો થવાથી દરેક વસ્તુઓના ભાવ પર પણ અસર પડતી હોય છે. ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં. ગઈકાલે શનિવારે મુંબઈની ઝવેરીબજારમાં બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારમાં પણ વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધતો જોવા મળ્યો છે.
જાણો શું થયો ભાવમાં ફેરફાર
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.300 ઘટાડો થયો છે. જેમા 99.5ના ભાવ રૂ.1,00,900 તથા 99.9ના ભાવ રૂ.1,01,200 રહ્યા. જ્યારે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.1,000 ઘટીને રૂ.1,14,000 બોલાતા થયા. મુંબઈ બજારમાં GST વગર સોનાના ભાવ 99.5ના ઘટી રૂ.97,800 તથા 99.9ના ઘટી રૂ.98,200 રહ્યા, જ્યારે ચાંદીના ભાવ GST વગર ઘટીને રૂ.1,12,950 રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ ઘટી 3,338 ડોલર રહ્યા હોવાનું જણાયું છે.
વૈશ્વિકબજારમાં કેટલા રહ્યા ભાવ?
સોના પાછળ વૈશ્વિક ચાંદીના છેલ્લે બંધ ભાવ 38.16 ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં 97.43 થયા પછી ઉંચામાં 97.91 થઈ છેલ્લે આ ઈન્ડેક્સ 97.67ના પોઈન્ટે બંધ થયા હોવાનું જણાયું હતું. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકાના બોન્ડની યીલ્ડ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા.
આમ, બંધ બજારે પણ સોના, ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ, કરન્સીમાં પણ બંધ બજારે ડોલર સામે રુપિયામાં ધીમો સુધારો જોવા મળ્યો છે. સાથે જ અમેરિકામાં તાજેતરમાં બેરોજગારીના દાવાઓ ઘટતા જોવા મળ્યા છે તથા આના પગલે જોબ માર્કેટમાં મજબૂતાઈ દેખાઈ છે. ત્યાં વ્યાજ દરમાં ઘટાડો કરવા અમેરિકાના પ્રમુખ દબાણ કરી રહ્યા છે ત્યારે હવે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર સૌ કોઈની નજર છે.






