મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2025: આવતા અઠવાડિયે આવશે નવું આવકવેરા બિલ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74%થી વધારીને 100% થશે

નાણમંત્રીએ બજેટ-2025ના ભાષણમાં જાહેરત કરી છે કે આગામી સપ્તાહે નવો આવકવેરા કાયદો લાવવામા

Budget 2025: આવતા અઠવાડિયે આવશે નવું આવકવેરા બિલ, વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74%થી વધારીને 100% થશે

નાણમંત્રીએ બજેટ-2025ના ભાષણમાં જાહેરત કરી છે કે  આગામી સપ્તાહે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે. આવકવેરાના મામલામાં પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ પર ભાર મૂકવામાં આવશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74% થી વધારીને 100% કરવામાં આવશે.

નવા આવકવેરા કાયદામાં કયા ફેરફારો શક્ય છે?

  • કાયદો સરળ ભાષામાં લખવો જોઈએ, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી સમજી શકે.
    - બિનજરૂરી અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરવામાં આવશે.
    - ટેક્સ વિવાદો ઓછા થશે.
    - કરદાતાઓ માટે અનુપાલન સરળ બનાવાશે.
    આ સુધારાઓ માટે આવકવેરા વિભાગને જાહેર જનતા અને ઉદ્યોગો તરફથી 6,500 સૂચનો મળ્યા છે.

નવી ટેક્સાસ શાસન-


0-3 લાખ: શૂન્ય
3-7 લાખ: 5%
7-10 લાખ: 10%
10-12 લાખ: 15%
12-15 લાખ: 20%
15 લાખથી વધુ: 30%

જૂની કર વ્યવસ્થા
- રૂ. 0 થી રૂ. 2.5 લાખ વચ્ચેની આવક પર: 0%
- રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક પર: 5%
- 05 લાખથી 10 લાખ રૂપિયાની આવકઃ 20%
- 10 લાખ રૂપિયાથી વધુની આવક પર: 30%

વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74% થી વધારીને 100% કરાશે

આ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ ભારતમાં ગ્રાહકો પાસેથી પ્રાપ્ત પ્રીમિયમની સંપૂર્ણ રકમનું રોકાણ કરે. જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ, 100 થી વધુ જોગવાઈઓને ગુનાના દાયરામાંથી દૂર કરવામાં આવશે.

કરદાતાઓને આ હતી અપેક્ષા

કરદાતાઓ અને વિવિધ નિષ્ણાતો દ્વારા બજેટમાં નવી ટેક્સ પ્રણાલીમાં અનેક સુધારા થવાની અપેક્ષા હતી. જેમાં નવો 25 ટકાનો ટેક્સ સ્લેબ ઉમેરે તેવી ભલામણો પણ થઈ હતી. 15થી 20 લાખની આવક પર 30 ટકાને બદલે 25 ટકા ટેક્સ સ્લેબ લાગુ કરવાની માંગ હતી.  હાલમાં જૂના કર પ્રણાલી હેઠળ 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% આવકવેરાની જોગવાઈ છે, જ્યારે નવી કર વ્યવસ્થામાં 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા આવકવેરાની જોગવાઈ છે.

આ સમાચાર શેર કરો