મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2024માં ખેડૂતોને મળશે મોટી ભેટ, PM Kisanની રાશિમાં થઈ શકે છે આટલો વધારો 

Farmers will get a big gift in Budget 2024, PM Kisan's money can increase | મોદી સરકાર 3.0 બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ખેડ

Budget 2024માં ખેડૂતોને મળશે મોટી ભેટ, PM Kisanની રાશિમાં થઈ શકે છે આટલો વધારો 

મોદી સરકાર 3.0 બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ખેડૂતો માટે કર્યું હતું. નવી સરકારમાં સૌથી પહેલી ફાઈલ ખેડૂતોના હિતની હતી જેના પર પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. હવે નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ સંસદમાં નવી સરકારનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે. આ વખતે લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે અને આશા છે કે આ સામાન્ય બજેટમાં દેશના ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. અહેવાલો અનુસાર, સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરવામાં આવી શકે છે.

PM કિસાનની રકમ 8000 રૂપિયા થશે?

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર ખેડૂતોના હિતમાં પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે. હાલમાં દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ હપતામાં 6000 રૂપિયા આવે છે, જે વધારીને 8000 રૂપિયા કરી શકે છે. જણાવી દઈએ કે હાલમાં કેન્દ્ર સરકાર દરેક ખેડૂતોને 2 હજાર રૂપિયાના 3 હપ્તા ટ્રાન્સફર કરે છે. મોદી સરકારની આ યોજનાનો લાભ દેશભરના 11 કરોડથી વધુ જરૂરિયાતમંદ ખેડૂતોને મળી રહ્યો છે.

મોદી સરકાર 3.0 બનતાની સાથે 17મો હપ્તો બહાર પડાયો 

પીએમ મોદીએ નવી સરકાર બન્યા પછી સૌથી પહેલા ખેડૂતોના પક્ષમાં નિર્ણય લીધો અને પીએમ કિસાનની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. PMએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડ્યો. જણાવી દઈએ કે આ હપ્તા થકી લગભગ 20 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

 2019માં શરૂ કરવામાં આવી હતી પીએમ કિસાન યોજના

પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે વર્ષ 2019માં પીએમ કિસાન યોજના શરૂ કરી હતી. વડાપ્રધાને આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મોદી સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ માટે કૃષિ મંત્રાલયના બજેટમાં વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ સમાચાર શેર કરો