Epigamiaના સહસ્થાપક રોહન મીરચંદાનીનું 42 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી મૃત્યુ
દેશની અગ્રણી દહીં બ્રાન્ડ્સમાંની એક એપિગામિયાના સહ-સ્થાપક રોહન મીરચંદાનીનું નિધન થયું છે.

દેશની અગ્રણી દહીં બ્રાન્ડ્સમાંની એક એપિગામિયાના સહ-સ્થાપક રોહન મીરચંદાનીનું નિધન થયું છે. નાની ઉંમરમાં જ દેશના અગ્રણી બિઝનેસ પર્સનાલિટી બની ગયેલા રોહન મીરચંદાનીએ 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. એપિગામિયા એ ભારતમાં ગ્રીક દહીંની લોકપ્રિય બ્રાન્ડ છે. તેની મૂળ કંપની ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ છે જેમાં ઘણી મોટી હસ્તીઓએ રોકાણ કર્યું છે.
કંપનીની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી
બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સહ-સ્થાપક રોહન મીરચંદાનીના નિધનના સમાચારની પુષ્ટિ ગ્રીક દહીં બ્રાન્ડ એપિગામિયાની પેરેન્ટ કંપની ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય છે કે રોહન મીરચંદાનીએ તેના બે સાથીદારો સાથે મળીને વર્ષ 2013માં ડ્રમ્સ ફૂડની સ્થાપના કરી હતી અને તે ઝડપથી FMCG કંપની તરીકે ઉભરી અને પ્રગતિ કરી.
આ પણ વાંચો : RTOના પૂર્વ કોન્સ્ટેબલના ઘરે ITની રેડમાં મળ્યો કુબેરનો ખજાનો, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
આઈસ્ક્રીમથી ગ્રીક દહીં સુધી
NSU સ્ટર્ન એન્ડ વૉર્ટન સ્કૂલના સ્નાતક રોહન મીરચંદાનીએ અંકુર ગોયલ (હાલમાં સીઓઓ) અને ઉદય ઠક્કર (હાલમાં ડિરેક્ટર) સાથે ડર્મ્સ ફૂડની શરૂઆત કરી. પહેલા કંપનીએ આઈસ્ક્રીમ હોકી પોકી આઈસ્ક્રીમથી શરૂઆત કરી અને પછી વર્ષ 2015માં, તેઓએ ગ્રીક દહીં બ્રાન્ડ એપિગામિયા રજૂ કરી, જે વધુને વધુ લોકપ્રિય થઈ. તમને જણાવી દઈએ કે એપિગામિયા માત્ર દહીં જ નહીં પરંતુ અન્ય ડેરી ઉત્પાદનો પણ બનાવે છે.
દીપિકા પાદુકોણ સહિત આ દિગ્ગજ લોકોનું રોકાણ
ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલમાં ઘણા દિગ્ગજ લોકોએ રોકાણ કર્યું છે અને તેમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે અને તેણે વર્ષ 2019માં ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ સિવાય વર્લિનવેસ્ટ 30 ટકા હિસ્સા સાથે કંપનીમાં સૌથી મોટો હિસ્સેદાર છે.
ફોસાક બિઝનેસ વિસ્તરણ પર હતો
કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીના મૃત્યુ પહેલા પણ કંપનીના ભાવિ આયોજનને લગતા ઘણા સમાચાર હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રમ્સ ફૂડ આગામી નાણાકીય વર્ષમાં બિઝનેસ વિસ્તરણની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, કંપની નાણાકીય વર્ષ 2025-26 માં દેશના 30થી વધુ શહેરોમાં 20,000થી વધુ રિટેલ ટચપોઇન્ટ્સ સાથે તેના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે.








