મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બજેટ પહેલા નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ:  PFના વ્યાજના દરમાં કરાયો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા બજેટ પહેલા 7 કરોડથી વધુ PF ધારકોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

બજેટ પહેલા નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ:  PFના વ્યાજના દરમાં કરાયો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા બજેટ પહેલા 7 કરોડથી વધુ PF ધારકોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના (EPFO) એટલે કે PFની રકમના વ્યાજમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં EPFO એ નાણાકીય વર્ષ 2023-24માં 8.25 ટકા વ્યાજના દરની જાહેરાત સામે નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

CBTના નિર્ણય પર નાણા મંત્રાલયે આપી મંજૂરી 

નાણાકીય વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે (CBT) ફેબ્રુઆરી 2024 માં PF ના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં CBTના નિર્ણય પર નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

બીજી તરફ EPFOએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 8.15 ટકા વ્યાજદરની સામે 2023-24 વર્ષ માટે 8.25 ટકા વ્યાજદર અંગેની જાહેરાત મે 2024 માં કરવામાં આવી હતી. જેની સામે હવે માત્ર કર્મચારીઓના ખાતામાં PF ની રકમ જમા થવાની રાહ છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2021-22 માં 8.10 ટકા વ્યાજદર હતું.

આ સમાચાર શેર કરો