જલ્દી કરી લો EPFO સાથે જોડાયેલું આ કામ, 15 જાન્યુઆરી સુધી જ છે સમય
સરકારની એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI) યોજનાનો લાભ લેવા માટે EPFO મેમ્બર્સે પોતાનો UAN એક્ટિવેટ કરાવ

સરકારની એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI) યોજનાનો લાભ લેવા માટે EPFO મેમ્બર્સે પોતાનો UAN એક્ટિવેટ કરાવવાનું રહેશે. આ સાથે જ બેન્ક એકાઉન્ટ સાથે આધાર લિંક કરાવવું પણ જરૂરી છે. નોંધનીય છે કે, ELI યોજનાનો લાભ લેવા માટે હવે ફક્ત 4 દિવસનો જ સમય બાકી છે. એટલે કે, તેની ડેડલાઈન 15 જાન્યુઆરીએ સમાપ્ત થઈ જશે.
આ પણ વાંચો: SIPનો પાવર! દર મહિને માત્ર 2000 રૂપિયાનું રોકાણ કરો, જોતજોતામાં બની જશો કરોડપતિ, આ રીતે સમજો આખી ગણતરી
નવી યોજના હેઠળ પીએફ મેમ્બર્સને ઈન્સેન્ટિવ આપવાનું રહેશે. આ ઈન્સેન્ટિવ સીધું બેનિફિશિયર એકાઉન્ટમાં મોકલવામાં આવશે. ઘરે બેઠા ઓનલાઈન મોડથી તમે UAN એક્ટિવેટ કરી શકો છો.
- સૌથી પહેલા epfindia.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- Services સેક્શનમાં For Employees પર ક્લિક કરો.
- Member UAN Online Service પર ક્લકિ કરો.
આ રીતે પણ ઘરે બેઠા એક્ટિવ કરી શકશો UAN
- આ સિવાય તમે ઈચ્છો તો unifiedportalmem.epfindia.gov.in પર જઈ શકો છો.
- હવે Activate UAN પર ક્લિક કરો અને બાદમાં તમામ જાણકારી પ્રોવાઈડ કરાવો.
- ત્યારબાદ ઓટીપી દાખલ કરો અને સબમિટ કરી દો.
આ પ્રકારે તમારો UAN એક્ટિવેટ થઈ જશે અને આધાર લિંક મોબાઈલ નંબર પર પાસવર્ડ પણ આવી જશે. જેની મદદથી તમે લોગઈન કરી શકો છો. જણાવી દઈએ કે, કેન્દ્રીય સરકારે 2024ના બજેટમાં ELI યોજનાની જાહેરાત કરી હતી. ELI યોજના હેઠળ A, B અને C કેટેગરીમાં નવા કર્મચારીઓને આર્થિક મદદ આપવામાં આવે છે.






