નિફ્ટીમાં તેજી થવા છતાં મોટો ખતરોઃ જાણો, રોકાણકારો માટે શું છે એલર્ટ!
વિદેશી સંસ્થાકીય રોકાણકારો(એફઆઇઆઇ) દ્વારા સતત વેચવાલીણને કારણે, મોટી,

વિદેશી સંસ્થાકીય રોકાણકારો(એફઆઇઆઇ) દ્વારા સતત વેચવાલીણને કારણે, મોટી, મધ્યમ અને નાની કંપનીઓના શેરોના ઇન્ડેક્સ આ વર્ષની ટોચેથી 10% થી વધુ ઘટ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે, આગામી સમયમાં બજારમાં વધુ ઘટાડાની શક્યતા છે, કારણ કે દર વખતે બજારમાં થોડો ઉછાળો આવ્યા પછી વેચવાલીનો રાઉન્ડ શરૂ થઇ જાય છે.
આ પણ વાંચો: લાંચ પ્રકરણ: અદાણી અને ભત્રીજા વચ્ચે કોડવર્ડમાં વાતચીત! જુઓ કેવી રીતે થતી હતી ડીલ
હજુ 23,000નાલેવલ સુધી ઘટાડાની સંભાવના
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ ના વેલ્થ મેનેજમેન્ટના વડા ચંદન તાપડિયાના જણાવ્યા અનુસાર, આ સપ્તાહે નિફ્ટી 50 એ તેનું 23,333નું મહત્ત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નાખ્યું છે. તેમણે કહ્યું કે આનાથી બજાર 23,000ના સ્તર સુધી ઘટવાની શક્યતા વધી ગઈ છે.
તાપડિયાએ જણાવ્યું હતું કે, “બજારમાં હજુ પણ ઊંચા લેવલે વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ છે. સાપ્તાહિક ચાર્ટ પર, નિફ્ટીએ બેરિશ પેટર્ન બનાવી છે અને તે તમામ ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજથી નીચે જઈ રહી છે. આ સૂચવે છે કે બજારમાં દબાણ યથાવત રહી શકે છે. "જ્યાં સુધી નિફ્ટી 23,500થી ઉપર રહે નહીં ત્યાં સુધી ઘટાડો ચાલુ રહી શકે છે."
200- ડેઇલી મૂવિંગ એવરેજની નીચે નિફ્ટીનું ચોથું કારોબારી સત્ર
એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ આ સપ્તાહે સતત ચોથા સત્રમાં 200-દિવસની મૂવિંગ એવરેજ(200-ડીએમએ)ની નીચે બંધ રહ્યો હતો. ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે બજારને સ્થિરતા માટે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની નજીક અટકવાની જરૂર છે.
આ પણ વાંચો: જાણો કોણ છે ગૌતમ અદાણીનો ભત્રીજો સાગર, જેના પર છે લાંચ લેવાનો આરોપ
ટેકનિકલ ચાર્ટ મુજબ, મહત્વની મૂવિંગ એવરેજથી નીચે નિફ્ટી 50નું સતત બંધ એ દર્શાવે છે કે બજારનો એકંદર ટ્રેન્ડ નબળો પડી રહ્યો છે. જો કે, 'ફોલ્સ બ્રેકઆઉટ' દરમિયાન એક કે બે સેશનમાં તીવ્ર ઉછાળો થવો જોઇતો હતો,, પરંતુ આ વખતે એવું થયું નથી.
25,500ના સ્તરની નીચે' ઉછાળે વેચો'નું વલણ
સાપ્તાહિક ચાર્ટ મુજબ, નિફ્ટીમાં જ્યાં સુધી તે 25,500ના સ્તરની નીચે રહેશે ત્યાં સુધી 'ઉછાળે વેચવાનો' ટ્રેન્ડ રહેશે. આ સ્તર સાપ્તાહિક સુપર ટ્રેન્ડ લાઇનનું પ્રતિકાર ક્ષેત્ર છે. હાલમાં, નિફ્ટી પરના કોઈપણ બાઉન્સને 24,300 અને 24,700ના સ્તરે સખત પ્રતિકારનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
આગળ જતાં, જો નિફ્ટી સાપ્તાહિક સુપર ટ્રેન્ડ લાઇનને તોડે અને તેની ઉપર ટકી રહે, તો જ બજારની વર્તમાન ચાલમાં ફેરફારની અપેક્ષા રાખી શકાય.
23,200-23,300ના સ્તરે ઘણા ઇન્ડિકેટર્સનો સપોર્ટ
હાલમાં, નિફ્ટી 50 તેની 50-સાપ્તાહિક મૂવિંગ એવરેજ (23,300) આસપાસ સપોર્ટ શોધી રહ્યો છે. લાંબા ગાળાના ચાર્ટ સૂચવે છે કે આગામી મહિનામાં નિફ્ટી ઘટીને 21,570ના સ્તરે આવી શકે છે. 23,200-23,300 ના સ્તર પર ઘણા ટેકનિકલ ઇન્ડિકેટર્સ જેવા કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ, ટ્રેન્ડલાઇન, અને ડેઇલી ઇચીમોકુ ક્લાઉડ બજારને સપોર્ટ કરી રહ્યા છે.
નિષ્ણાંતો શું કહે છે
આ પણ વાંચો: તમારા પૈસા કેટલા સમયમાં બમણા, ત્રણ ગણા કે ચાર ગણા થશે? જાણો નિયમ
એક્સિસ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અક્ષય ચિચલકરે જણાવ્યું હતું કે, “અમે આવતા સપ્તાહની શરૂઆતમાં બદલાવના સંભવિત સમયની નજીક છીએ. જો કે, જ્યાં સુધી ભાવ વધવાના સંકેતો નહીં આપે ત્યાં સુધી બજાર પર ઘટાડાનું દબાણ રહેશે.
કોટક સિક્યોરિટીઝના વિશ્લેષકોનું માનવું છે કે વર્તમાન બજાર નબળું છે પણ ઓવરસોલ્ડ છે. આવી સ્થિતિમાં બજારમાં વહેલી રિકવરી રેલીની શક્યતા નકારી શકાય તેમ નથી.
કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “વેપારીઓ માટે 23,350/77,150 અને 23,400/77,300 સ્તર મહત્વપૂર્ણ રહેશે. આ સ્તરોથી ઉપર, બજાર રૂ. 23,500-23,550/77,700-78,000 તરફ રેલી કરી શકે છે. તે જ સમયે, 23,250/76,900 ની નીચે વેચવાલીનું દબાણ વધી શકે છે અને બજાર 23,175-23,150/76,600-76,500 સુધી ઘટી શકે છે.








