મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro: શેરબજારમાં જોવા મળશે મંદીનો માહોલ, જાણો કેવું રહેશે સાપ્તાહિક બજાર

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 15-10- 2024, પૂ.ભા

Business Astro: શેરબજારમાં જોવા મળશે મંદીનો માહોલ, જાણો કેવું રહેશે સાપ્તાહિક બજાર

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 15-10- 2024, પૂ.ભા  નક્ષત્ર, કુંભ રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. મેનેજમેન્ટ, એફએમસીજી, એન્જિનિયરિંગ, પીએસયુ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં હળદર, સરસવ, સોયાબીન, મકાઇ, ચણા પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા. 16-10-2024, ઉ.ભા  નક્ષત્ર, મીન રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી માહોલ રહેશે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. કોમ્યુનિકેશન, આઇટી, પાવર, ગેસ  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર    પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ધાણા, જીરા, એલચી  પ્રભાવિત થવાની શક્યતા છે.  

ગુરૂવાર, તા. 17-10 -2024,  રેવતી  નક્ષત્ર, મીન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. કન્સલ્ટન્સી, બેન્ક, ફાયનાન્સ, મેનેજમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, એલચી, મેન્થા, ગુવારગમ પ્રભાવિત થવાની ધારણા છે. 

શુક્રવાર, તા. 18-10-2024, અશ્વિની  નક્ષત્ર, ધન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. હોટેલ, એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ, ફાર્મા, એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં મગફળી, તલ, કપાસ, જવ  પ્રભાવિત થવાની ધારણા છે. 

સોમવાર, તા. 21-10- 2024,  મૃગશિરા  નક્ષત્ર, વૃષભ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફૂડ, લોજિસ્ટિક, એફએમસીજી  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં  ગુવારગમ, ગુવારસીડ, મગફળી, તલ પ્રભાવિત થવાની ધારણા છે. 

આ સમાચાર શેર કરો