BUDGET 2024: 4 કરોડ રોજગાર, આંધ્ર-બિહારને ખાસ 'ગિફ્ટ'... નિર્મલા સીતારમણની બજેટમાં મોટી જાહેરાત
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે. બજેટમાં

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે. બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે રોડમેપ રજૂ કરવામાં આવી શકે છે.
https://www.youtube.com/watch?v=ouuHcDFKgvg
ક્યા સેક્ટરને શું મળ્યું
ઇન્કમટેક્સ
3 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં, સ્ટેન્ડર્ડ ડિડક્શન 50થી વધ 50થી વધારીને 75 હજાર
ઘર
1 કરોડ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર. 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ
રોજગાર
1 કરોડ યુવાઓને ઇન્ટર્નશિપ, રોજગાર અને કૌશલ ટ્રેનિંગ માટે 2 લાખ કરોડ
શિક્ષણ
ઘરેલુ સંસ્થામાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
ખેડૂત
કૃષિ અને તેની સાથે જોડાયેલા સેક્ટર માટે 1.52 લાખ કરોડ રૂપિયા
મહિલાઓ
મહિલા અને બાળકોને લાભ પહોંચાડનારી યોજના માટે 3 લાખ કરોડ રૂપિયા
ઇન્ફ્રા
પટણા-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસ વેનો વિકાસ, બક્સરમાં ગંગા નદી પર પુલ
કોર્પોરેટ
વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સના દર 40%થી ઘટાડીને 35% કરવામાં આવ્યો
નવી ટેક્સ વ્યવસ્થામાં કર્મચારીઓ 17,500 રૂપિયા બચાવી શકશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 'આ ફેરફારોના પરિણામે, પગારદાર કર્મચારીઓ નવી કર વ્યવસ્થામાં 17,500 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ સિવાય કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. અંદાજે 37 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ છૂટ આપવામાં આવશે. જ્યારે અંદાજે રૂ. 30,000 કરોડની આવક વધારાની થશે. આમ મહેસૂલ મુક્તિ રૂ. 7,000 કરોડ છે.
વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટ્યો, 40% ને બદલે 35% ચૂકવવો પડશે
નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. ટેક્સ અપીલ ફાઇલ કરવા માટેની નાણાકીય મર્યાદા ITAT માટે 60 લાખ રૂપિયા, હાઈકોર્ટ માટે 2 કરોડ રૂપિયા અને સુપ્રીમ કોર્ટ માટે 5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તમામ કેટેગરીના રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર 40 ટકાથી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત
સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
3 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, 3 થી 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5% ટેક્સની જાહેરાત. સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારીને 75 હજાર કરાયું.
સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધી
બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાને લઈને મોટી જાહેરાત કરી હતી. સરકારે બજેટમાં મધ્યમ વર્ગને ભેટ આપી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 75,000નો વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરાયો છે.
સેન્સેક્સમાં બોલાયો કડાકો, 900 પોઇન્ટ તૂટ્યો. નિફ્ટી પણ ગગડી, 275 પોઈન્ટ સુધી ગગડ્યો
સરકાર આગામી 5 વર્ષોમાં માળખાકીય સુવિધાઓ માટે મજબૂત નાણાકીય સમર્થન જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. મૂડીખર્ચ માટે રૂ. 11,11,111 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ભારતના જીડીપીના 3.4% છે. રાજ્ય સરકારો દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને ટેકો આપવા માટે લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન માટે રૂ. 1.5 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આવકવેરો સરળ થશે, TDS પર પણ મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આવકવેરો સરળ કરવામાં આવશે. સમયસર TDS ન ભરવો હવે ગુનો નહીં ગણાય.
સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી 6% અને પ્લેટીનમ પર 6.4% સુધી ઘટી
મોબાઈલ ફોનના ચાર્જર સસ્તા થશે
બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. મોબાઈલ ફોનના ચાર્જર સસ્તા થશે. આ સિવાય ઇલેક્ટ્રિક વાયર અને એક્સ-રે મશીન સસ્તા થશે. કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ સસ્તા પણ થશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 25 હજાર ગ્રામીણ વસાહતોને સર્વ-હવામાન રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો તબક્કો 4 શરૂ કરવામાં આવશે. બિહારમાં અવારનવાર પૂર આવે છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં બાંધવાની યોજના હજુ આગળ વધી નથી. અમારી સરકાર અંદાજિત 11,500 કરોડ રૂપિયાના ખર્ચે નાણાકીય સહાય પૂરી પાડશે. દર વર્ષે પૂરનો ભોગ બનેલા આસામને પૂર વ્યવસ્થાપન અને સંબંધિત પ્રોજેક્ટ માટે સહાય મળશે. હિમાચલ પ્રદેશ, જેણે પૂરને કારણે વ્યાપક નુકસાન સહન કર્યું છે, તેને પણ બહુપક્ષીય સહાય દ્વારા પુનર્નિર્માણ માટે સમર્થન મળશે. આ ઉપરાંત ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન પામેલા ઉત્તરાખંડને પણ સહાય પૂરી પાડવામાં આવશે.
પાયાના માળખાના વિકાસ માટે 11 લાખ કરોડની ફાળવણી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મજબૂત પાયાના માળખાના નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ રોકાણ કરાયા છે. પાયાના માળખાના વિકાસ માટે મૂડીગત ખર્ચ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જે જીડીપીનો 3.4% થાય છે.
પ્રવાસન પર વિશેષ ભાર, સરકાર ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'પર્યટન હંમેશાથી આપણી સભ્યતાનો એક ભાગ રહ્યું છે. ભારતને વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારની તકો ઉભી કરશે અને અન્ય ક્ષેત્રોમાં પણ તકો ખોલશે. હું દરખાસ્ત કરું છું કે બિહારમાં રાજગીર અને નાલંદા માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવે. અમે કુદરતી સૌંદર્ય, મંદિરો, શિલ્પો, મનોહર લેન્ડસ્કેપ્સ, વન્યજીવ અભયારણ્યો અને પ્રાચીન દરિયાકિનારા ધરાવતા ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપીશું.
સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત
મફત સૌર વીજળી યોજના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે , 'પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી કરોડ પરિવારો 300 યુનિટ સુધી વીજળી મફત મેળવી શકશે.
પાંચ કરોડ આદિવાસીઓ માટે અદ્યતન ગામ અભિયાન
આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ યોજના આદિવાસી બહુમતી ધરાવતા ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ પ્રાપ્ત કરશે. આનાથી 63,000 ગામોને આવરી લેવામાં આવશે, જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે.
મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા
બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. MSMEsને તેમના તણાવના સમયગાળા દરમિયાન બેંક ધિરાણ ચાલુ રાખવાની સુવિધા માટે બજેટમાં નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. સાથે જ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
બજેટમાં શહેરી વિકાસ પર ફોકસ
100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટરવ્યવસ્થા માટેના પ્રોજેક્ટ
30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોમાં ગતિશીલતા માટે વિકાસ યોજનાઓ
પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ શહેરી અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે.
પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટ અને સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે.
નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત
કાશીની તર્જ પર બોધગયામાં કોરિડોર બનાવવામાં આવશે.
બજેટમાં બિહારમાં ટુરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો છે.
નાલંદામાં પ્રવાસનનો વિકાસ
બિહારમાં રાજગીર ટૂરિસ્ટ સેન્ટરનું નિર્માણ
પૂર હોનારત પર બિહાર માટે 11000 કરોડ રૂપિયાની જોગવાઈ
પૂર્વના રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજના
નાણામંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત માનવ સંસાધન વિકાસ અને મૂળભૂત વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ યોજનામાં બિહાર માટે ઘણી ભેટ છે. અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ ગયામાં એક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં આવશે. સાંસ્કૃતિક કેન્દ્રોને આધુનિક આર્થિક કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આ મોડલનું નામ હશે વિકાસ ભી વિરાસત ભી.
આ ઉપરાંત રોડ કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે. આ અંતર્ગત પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર વૈશાલી દરભંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ પણ બનાવવામાં આવશે. આ માટે 26000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
21400 કરોડના ખર્ચે પીરપેઈન્ટીમાં 2400 મેગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. બિહારમાં નવું એરપોર્ટ અને મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવશે. બિહારને પણ મૂડી રોકાણ માટે મદદ આપવામાં આવશે.
આ ઉપરાંત રોડ કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે. આ અંતર્ગત પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર વૈશાલી દરભંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ પણ બનાવવામાં આવશે. આ માટે 26000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત
કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક સ્કીમ શરૂ કરશે. જેમાં દર મહિને રૂ. 5000નું ઇન્ટર્નશીપ ભથ્થું અને રૂ. 6000ની એકમ સહાય આપવામાં આવશે.
બિહારમાં રસ્તાઓનું નેટવર્ક, બજેટમાં 26 હજાર કરોડની જોગવાઈ
નાણામંત્રી સીતારમણે બિહારને આર્થિક મદદની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે અમે બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપીશું. આનાથી પૂર્વ વિસ્તારના વિકાસને વેગ મળશે. અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું. પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુ-લેન પુલ રૂ. 26,000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.
મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.
બજેટમાં બિહાર અને આંધ્ર માટે વિશેષ જોગવાઈ
બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાના પાવર પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહારને આર્થિક મદદ મળશે. આંધ્રપ્રદેશને લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ મળશે.
નાણામંત્રીએ કહ્યું કે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓને રોજગાર આપવા સંબંધિત યોજનાના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન અપાશે. આ યોજના રોજગારના પહેલા ચાર વર્ષો માટે ઈપીએફઓમાં ફાળા મામલે કર્મચારીઓ અને નિયોક્તાઓ બંનેને પ્રોત્સાહન આપશે.
30 લાખ યુવાઓને લાભ થશે
30 લાખ યુવાઓને લાભ થશે. તમામ ક્ષેત્રોમાં વધારાના રોજગારને આવરી લેવાશે. સરકાર દરેક કર્મચારી માટે ઈપીએફઓ ફાળા માટે નિયોક્તાઓને બે વર્ષ સુધી 3000 રૂપિયા પ્રતિ માહ આપશે. આ પહેલનો ઉદ્દેશ્ય 50 લાખ લોકોને વધારાના રોજગારને પ્રોત્સાહિત કરવાનો છે.
પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ
સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરશે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.
11.30 AM
રોજગાર પર પ્રોત્સાહન આપતાં ત્રણ યોજનાઓ
• ફ્રેશર્સ માટે 1 માસનો પગાર
• મેન્યુફેક્ચરિંગમાં રોજગાર સર્જન
• એમ્પ્લોયર્સને સહાય
• ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ ફ્રેશર્સને એક મહિનાનો પગાર ખાતામાં જમા થશે.
ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધી લોન સહાયની જાહેરાત
ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધી લોન રૂપે નાણાકીય સહાય આપવાની સરકારની જાહેરાત યુનિયન બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. 10 લાખ સુધીની લોન માટે ઈ-વાઉચર હશે. દર વર્ષે, 1 લાખ વિદ્યાર્થીઓને ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 3%ના વાર્ષિક વ્યાજ પર 10 લાખ રૂપિયા સીધા જ આપવામાં આવશે.
યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.
રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ.
નાણા મંત્રીની મહત્ત્વની વાતો
- ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનો પ્રયાસ
- ગરીબો માટે મફત રાશન
- યુવાઓને રોજગાર માટે યોજનાઓ
- લોકોને અમારી નીતિઓ પર વિશ્વાસ
- બજેટમાં રોજગાર અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
- રોજગારી, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગ કેન્દ્રમાં
- આ બજેટ સૌના વિકાસ માટે છે.
- આ વિકસિત ભારતનો રોડમેપ છે.
- ઊર્જા સુરક્ષા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવો એ સરકારની પ્રાથમિકતા છે.
- કુદરતી ખેતી વધારવા પર ભાર.
- 32 પાક માટે 109 જાતો લોન્ચ કરશે
-
કૃષિ ક્ષેત્ર માટે 1.25 લાખ કરોડનું પેકેજ
-
કૃ઼ષિ સેક્ટરનો વિકાસ પ્રાથમિકતા
- ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે.
- બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત.
- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ.
- બક્સરમાં ગંગા નદી પર ટુ-લેન પુલ.
- બિહારમાં એક્સપ્રેસ વે માટે 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ.
- વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મોડલ લોન.
- પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો PF
- નોકરીઓમાં મહિલાઓને પ્રાથમિકતા
આગામી બે વર્ષમાં નવ સેગમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવશે
• કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા, અને ટકાઉપણું
• રોજગાર અને કૌશલ્ય
• મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ
• શહેરી વિકાસ
• વીજ સુરક્ષા
• ઈન્ફ્રાસ્ટ્રક્ચર
• ઈનોવેશન અને આરએન્ડડી
• ઈન્ક્લુઝિવ એચઆરડી અને સામાજિક સુરક્ષા
• નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ
મુશ્કેલ ઘડીમાં પણ ભારતીય અર્થતંત્ર ચમકી રહ્યું છે : નિર્મલા સીતારમણ
નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ હું રજૂ કરી રહી છું. ભારતની પ્રજાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિશ્વભરમાં મુશ્કેલ ઘડી છતાં ભારતનું અર્થતંત્ર ચમકી રહ્યું છે.
10.35 AM:
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. રાષ્ટ્રપતિએ કેન્દ્રીય નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
10.30 AM:
કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
બજેટની રજૂઆત પહેલા કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, બજેટ દ્વારા પીએમ તેમની નજીકના 'કરોડપતિઓ'ની મદદ કરશે. મધ્યમ વર્ગ અને પ્રામાણિક કરદાતાઓને ઠાલા વચનો સિવાય કશું જ નહીં મળે.
10.20 AM:
પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા
પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તેઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે.
10.10 AM:
નાણમંત્રી સીતરમણ પાર્લામેન્ટ પહોંચ્યા
નાણમંત્રી સીતરમણ તેમની ટીમ સાથે સંસદભવન પહોંચ્યા છે, 11 વાગ્યે તેઓ બજેટ રજૂે કરશે
10.00 AM:
નાણામંત્રીએ બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લીધી
નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને તેમને બજેટની કોપી સોંપી. નાણામંત્રીએ બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી પણ લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ નિર્મલા સીતારમણને દહીં અને ખાંડ ખવડાવી હતી.
9.50 AM:
નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તેમની સાથે લાલ ટેબ્લેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમની સાથે છે. નાણામંત્રી આજે સંસદમાં મોદી સરકાર 3.0નું પેપરલેસ બજેટ ટેબલેટ દ્વારા રજૂ કરવા જઈ રહ્યા છે.
9.30 AM:
ખેડૂતો, ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને નાના ઉદ્યોગો આશા સાથે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, નવી કર વ્યવસ્થામાં ફેરફાર શક્ય છે.
સેન્સેક્સ ખૂલતાની સાથે જ ટોપ ગીયરમાં
સેન્સેક્સ ટોપ ગીયરમાં ઓપન થયો છે. બજેટની રજૂઆત પહેલા તેમાં 229.89 પોઈન્ટનો વધારો થયો છે અને તે 80,731.97 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
9.20 AM:
નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે. તે 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરશે.
નાણામંત્રીનું ભાષણ લગભગ એક કલાક ચાલશે
નાણામંત્રી સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. તેમનું ભાષણ લગભગ 45 મિનિટથી 1 કલાકનું હશે.
નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખતે સામાન્ય બજેટ રજૂ કરી ઈતિહાસ રચશે. દેશનું આ સામાન્ય બજેટ 11 વાગ્યાથી સંસદમાં રજૂ કરવામાં આવશે. મધ્યમ વર્ગના લોકોને આ બજેટમાં રાહત મળે તેવી શક્યતા છે
બજેટ પહેલા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
બજેટથી પહેલા વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે કે અમે આ વખતે મજબૂત બજેટ રજૂ કરીશું જે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. આવનારા 5 વર્ષ ખૂબ જ ખાસ રહેશે. દેશની ઈકોનોમી વિશે કહ્યું કે ભારત સતત દુનિયામાં સૌથી ઝડપી ગતિએ આગળ વધતો દેશ બની ગયો છે અને છેલ્લા 3 વખતથી 8 ટકાના ગ્રોથ સાથે આપણે વિકાસના પથ પર આગળ વધી રહ્યા છીએ.
મધ્યમ વર્ગ માટે શું વિશેષ હોઈ શકે?
આ વખતના બજેટથી મધ્યમ વર્ગ અપેક્ષા રાખે છે કે ટેક્સના દરો ઘટશે અને બેઝિક છૂટની મર્યાદા વધારાશે. હાલમાં, જૂની કર વ્યવસ્થા હેઠળ બેઝિક છૂટની મર્યાદા રૂ. 2.5 લાખ છે અને નવી કર વ્યવસ્થા હેઠળ તે રૂ. 3 લાખ છે. એવી અપેક્ષા છે કે નવી સિસ્ટમ હેઠળ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવા પગલાથી ટેક્સની આવક પર કોઈ ખાસ અસર થશે નહીં, પરંતુ ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા લોકોને મોટી બચત થઇ શકે છે.
9.00 AM
રોજગાર વધારવા માટે નવા નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ
રોજગાર વધારવા માટે બજેટમાં નવા નિર્ણયો લેવામાં આવી શકે છે. ગ્રીન ઇકોનોમી પર ભાર મુકવામાં આવી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 50 હજારથી વધારીને અપેક્ષિત છે. ટોય અને લેધર સેક્ટર માટે પણ PLI ની જાહેરાત શક્ય છે. સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આયાત-નિકાસ ડ્યુટીમાં ફેરફાર થઈ શકે છે. નવા બુલેટ ટ્રેન કોરિડોરની જાહેરાત શક્ય છે. આર્મર સિસ્ટમ મિશન મોડમાં સ્થાપિત કરવામાં આવશે. જનરલ કોચ અને નોન-એસી સ્લીપર કોચની સંખ્યા વધારી શકાય છે. પીએમ સ્વાનિધિ યોજનાનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
ગ્રોથ શું હશે તે સરકારે જણાવ્યું
બજેટ પહેલા સરકારે આર્થિક સર્વેમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં જીડીપી ગ્રોથ શું રહેશે. સરકારે સર્વેમાં શુભ દિવસો દર્શાવ્યા છે. સરકારે આર્થિક સર્વેમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં તેની અસર બજેટમાં પણ જોવા મળે તેવી આશા છે. આ વખતનું સામાન્ય બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે. નાણામંત્રીએ રજૂ કરેલા આર્થિક સર્વેના 5 મહત્વના પાસાઓ છે.
પ્રથમ- જીડીપી 6.5 થી 7% ની વચ્ચે રહેવાની ધારણા છે
બીજું- મોંઘવારી પર અંકુશ આવશે
ત્રીજું- ચાલુ ખાતાની ખાધમાં પણ સુધારો થશે
ચોથું- બેન્કિંગ સિસ્ટમ મજબૂત બનશે
પાંચમું- એલપીજી અને ડીઝલ પેટ્રોલના ભાવ ઘટવાથી આર્થિક સ્વાસ્થ્ય મજબૂત થશે.
સરકાર સામે કયા પડકારો છે?
બજેટ સત્રના પહેલા જ દિવસે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે બજેટમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પરંતુ હાલમાં સરકાર સામે અનેક પડકારો છે. અંગત વપરાશના ખર્ચમાં જે કમી છે તેની ભરપાઈ કરવા માટે સામાન્ય લોકોના હાથમાં વધુ નાણાં મૂકવા પડશે. આ માટે સરકારે ટેક્સમાં રાહત આપવી પડશે. કોર્પોરેટ રોકાણમાં સ્થિરતા લાવવી એ સરકાર માટે બીજો મોટો પડકાર છે, કારણ કે રોકાણથી નોકરીની તકો પણ ઊભી થશે.








