Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : China's Ministry of Commerce changes rules, tightens restrictions on rare earth exports

ચીનના વાણિજ્ય મંત્રાલયે નિયમોમાં કર્યા ફેરફાર, રેર અર્થ નિકાસ પરના અંકુશો બનાવ્યા આકરા

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ચીનના વાણિજ્ય મંત્રાલયે નિયમોમાં કર્યા ફેરફાર, રેર અર્થ નિકાસ પરના અંકુશો બનાવ્યા આકરા
સોર્સ : GSTV

રેર અર્થ્સ અને સંબંધિત ટેકનોલોજીઓની નિકાસ પરના અંકુશોને ચીને વધુ સખત બનાવતા આધુનિક ટેકનોલોજીમાં સ્વાવલંબી બનવા માંગતા ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા થવાની શકયતા ઊભી થઈ છે. ચીનના આ નિર્ણયથી હવે મહત્વના ખનિજ તત્વોની પૂરવઠા સાંકળ પર તેનો કબજો વધુ મજબૂત બનશે. 

App Store

ચીનના વાણિજ્ય મંત્રાલયે સુધારેલા નિયમો

ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારિત નિયમો હેઠળ અગાઉના અંકુશો કાચા ખનિજ તત્વોથી પણ આગળ લઈ જવાયા છે. સુધારિત નિયમો મારફત પ્રોસેસિંગ ટેકનોલોજીઓ, સાધન અને ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને આવરી લેવાયા છે. આ ઉપરાંત વિદેશી ડિફેન્સ તથા સેમીકન્ડકટર સાધનો સાથે સંકળાયેલા પૂરવઠા પર પહેલી જ વખત સખત પ્રતિબંધ મૂકી દેવાયો છે. વીજ વાહનો, રિન્યુએબલ ઊર્જા તથા સંરક્ષણ ક્ષેત્રો માટે જરૂરી એવા રેર અર્થ્સ કાચા માલ મેળવવાના ભારતના પ્રયાસો ચીનના આ પગલાંથી વધુ જટીલ બની ગયા છે.

આ અંકુશોથી વધુ ગંભીર અસર પડી શકે

વિશ્વમાં માઈનિંગ થતા રેર અર્થ્સમાંથી 60% પર ચીનનો અંકુશ છે ત્યારે, તેના પર કોઈપણ પ્રકારના સખત અંકુશની વિશ્વભરમાં અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો જે ચીનના મેગ્નેટસ તથા સામગ્રી પર નિર્ભર રહે છે તેમને આવા અંકુશોની વધુ ગંભીર અસર પડે છે. ચીનના રેર અર્થ્સ ધરાવતા હોય તેવા અથવા ચીનની મશીનરીના ઉપયોગ વડે બનેલા માલસામાનની નિકાસ માટે લાયસન્સ ફરજિયાત બનાવાયા છે. આ ઉપરાંત ચીનની કંપનીઓ પર પરવાનગી વગર વિદેશમાં સંયુકત સાહસના કરાર કરવા પર પણ મનાઈ મૂકવામાં આવી છે. 

હેવી રેર અર્થ મેગન્ટેસ વીજ મોટરો, રડાર સિસ્ટમ્સ અને વિન્ડ ટરબાઈન માટે આવશ્યક છે ત્યારે ભારત સરકાર આ માલ મેળવવા વૈકલ્પિક સ્રોતો વિચારી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.