Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : China's exports have plummeted due to America's tough tariff policy

Business: અમેરિકાની આકરી ટેરિફ નીતિને કારણે ચીનની નિકાસમાં જંગી ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business: અમેરિકાની આકરી ટેરિફ નીતિને કારણે ચીનની નિકાસમાં જંગી ઘટાડો
સોર્સ : GSTV

અમેરિકામાં નિકાસમાં જોરદાર ઘટાડાને પરિણામે ઓકટોબરમાં ચીનની એકંદર નિકાસ નબળી પડી છે.

App Store

અમેરિકા ખાતે ચીનની નિકાસ સતત ઘટી રહી છે

ચીનની સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે ઓકટોબરમાં અમેરિકા ખાતે નિકાસ વાર્ષિક ધોરણે 25% ઘટી છે, જેને કારણે એકંદર નિકાસ વાર્ષિક ધોરણે 1.10% ઘટી છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ નિકાસમાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં નિકાસમાં 8.30% વધારો જોવા મળ્યો હતો. ઓકટોબરના નિકાસ આંક પરથી કહી શકાય ચીન અન્ય બજારોમાં નિકાસ કરી રહ્યું હોવા છતાં અમેરિકા પર તેની નિર્ભરતા વધુ છે. ગયા વર્ષના ઓકટોબરમાં નિકાસ 12.60% વધી હતી જે આ વર્ષ કરતા વધુ સમયની ઊંચી સપાટીએ રહી હતી. અમેરિકા ખાતે ચીનની નિકાસ સતત સાતમાં મહિને દ્વીઅંકમાં ઘટી છે. પોતાની નિકાસને ટકાવી રાખવા ચીન સાઉથઈસ્ટ એશિયા અને આફ્રિકાની બજારો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

ચીનની આયાતમાં ઘટાડો

ચીનની આયાત ગયા મહિને 1% વધી હતી, જે સપ્ટેમ્બરમાં 7.40% વધી હતી. એક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, આયાતમાં ઘટાડો ચીનમાં ઘરઆંગણે અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું હોવાનું સૂચવે છે. અમેરિકા સાથેની વેપાર તાણ ઘટાડવાના તાજેતરના પ્રયાસોને જોતા આગળ જતા ચીનની નિકાસ ફરી વધી શકે છે. અમેરિકાએ ચીન પરના વધારાના ટેરિફ હાલ પૂરતું મોકૂફ રાખતા નિકાસમાં ફરી વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. અમેરિકા સાથેની વેપાર તાણ ઘટાડવાના તાજેતરના પ્રયાસોને જોતા આગળ જતા ચીનની નિકાસ ફરી વધી શકે છે. અમેરિકાએ ચીન પરના વધારાના ટેરિફ હાલ પૂરતું મોકૂફ રાખતા નિકાસમાં ફરી વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે