Business: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 09-09- 2025, ઉ.ભા નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને મેટલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને ચીલી તેમજ મરી પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 10-09--2025, રેવતી નક્ષત્ર મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ,ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 11-09-2025, અશ્વિની નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, માઇન, ફૂડ, ડેરી અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન અને સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 12-09-2025, ભરણી નક્ષત્ર, મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, ચણા, તલ, મગફળી અને જવ પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 15-09- 2025, પૂ.ભા. નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, આઇટી, એગ્રો, અને ડેરી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ અને પીપર પ્રભાવિત થવાની ધારણા છે.

