Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravali news: GRD jawan dies in road accident in Hazira area of ​​Modasa

Aravali news: મોડાસાના હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં GRD જવાનનું મોત

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Aravali news: મોડાસાના હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં GRD જવાનનું મોત
સોર્સ : GSTV

Aravali news: અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની સીલસીલો યથાવત્ છે. આજે વધુ એક માર્ગ અકસ્માતમાં GRD જવાનનું કમકમાટીપૂર્ણ મોત થયું હતું. જેને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મૃતક જવાન પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.

App Store

મળતી વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના ખાલીકપુર ગામના જીઆરડી જવાન અજય ખાંટ ડયૂટી પર જઈ રહ્યા હતા, આ દરમ્યાન જીઆરડી જવાનનું મોપેટ રસ્તાના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે આ જીઆરડી જવાન અજય ખાંટનું મોત થયું હતું. બનાવની જાણ થતા આસપાસના લોકો એકઠા થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તને તાબડતોબ મોડાસા શહેરના સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતક જવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા મોકલ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.