Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : After GST, now central government employees can enjoy this much increase in dearness allowance

GST બાદ હવે કેન્દ્રીય સરકારી કર્મચારીને મોજ, મોંઘવારી ભથ્થામાં આપી શકે છે આટલો વધારો

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GST બાદ હવે કેન્દ્રીય સરકારી કર્મચારીને મોજ, મોંઘવારી ભથ્થામાં આપી શકે છે આટલો વધારો
સોર્સ : gstv

GST: આ તહેવારોની સિઝનમાં, કેન્દ્ર સરકાર કર્મચારીઓને એક મોટો લાભ આપી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, 8મા પગાર પંચના અમલ પહેલાં, કેન્દ્ર સરકાર ફરી એકવાર 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારો કરી શકે છે.

App Store

દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થવાની શક્યતા
સરકાર દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે. આ વધારા સાથે, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ જશે, જે જુલાઈ 2025થી લાગુ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કર્મચારીઓ અને પેન્શનધારકોને ત્રણ મહિનાનું બાકી ભથ્થું (arrears) પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવે તેવી શક્યતા છે.

મોંઘવારી ભથ્થાની ગણતરી 
સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. એકવાર જાન્યુઆરી-જૂન મહિના માટે હોળી પહેલાં અને બીજીવાર જુલાઈ-ડિસેમ્બર મહિના માટે દિવાળી પહેલાં.

મોંઘવારી ભથ્થાની ગણતરી 7મા પગાર પંચ હેઠળ ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI-IW)ના આધારે થાય છે. આ ફોર્મ્યુલા CPI-IWના 12 મહિનાના સરેરાશ આંકડાઓ પર આધારિત છે. જુલાઈ 2024થી જૂન 2025 સુધીમાં, સરેરાશ CPI-IW 143.6 રહ્યો છે, જે 58%ના મોંઘવારી ભથ્થાના દરની સમકક્ષ છે. આનો અર્થ એ થયો કે જુલાઈ-ડિસેમ્બર 2025 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3% વધી જશે.

વધેલો પગાર અને પેન્શન
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (Basic Salary) 50,000 રૂપિયા છે, તો જૂના 55% DA મુજબ, તેને 27,500 રૂપિયાનું ભથ્થું મળતું હતું. હવે 58%ના નવા DA સાથે, તે વધીને 29,000 રૂપિયા થશે. એટલે કે, કર્મચારીને દર મહિને 1,500 રૂપિયાનો વધારાનો લાભ થશે.


તેવી જ રીતે, જો કોઈ નિવૃત્ત થયેલા પેન્શનરનું મૂળ પેન્શન (Basic Pension) 30,000 રૂપિયા છે, તો તેની મોંઘવારી રાહત (DR) 55% મુજબ 16,500 રૂપિયાથી વધીને 58% મુજબ 17,400 રૂપિયા થશે. આ વધારાથી તેમને દર મહિને 900 રૂપિયા વધુ મળશે.

7મા પગાર પંચ હેઠળ છેલ્લો વધારો
આ વધારો એટલા માટે પણ ખાસ છે કારણ કે આ 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાનો છેલ્લો વધારો હશે. 7મા પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરી થઈ રહી છે. સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેના નિયમો, અધ્યક્ષ અને સભ્યોને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.