Video: ચાંદીના ભાવમાં લગભગ 5 ટકા અને સોનામાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો, રોકાણકારોમાં ચિંતા

સોર્સ: gstv

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારે તેજી બાદ મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદી પ્રતિ કિલો 8 હજાર રૂપિયા અને સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 1 હજાર 386 રૂપિયા સસ્તું થયું છે. ચાંદીના ભાવમાં લગભગ 5 ટકા અને સોનામાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ચાંદી અગાઉ 1.83 લાખ રૂપિયાને પાર પહોંચી હતી, પરંતુ ઘટાડા બાદ ફરી 1.80 લાખ રૂપિયાની નીચે આવી ગઈ છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2026માં ચાંદી પ્રતિ કિલો 4 લાખ 20 હજાર રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી, જેની સરખામણીએ હાલ ચાંદી આશરે 2.40 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે. બીજી તરફ MCX પર 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ 1 લાખ 38 હજાર 800 રૂપિયા થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત