Business Astro / જાણો આવતા અઠવાડિયામાં કેવું રહેશે શેરબજાર અને ક્યાં સેક્ટરમાં શેરના ભાવો ઉછળશે
ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારન

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 8 જુલાઈ સોમવારથી 12 જુલાઈ શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
સોમવાર, તા.8-7-2024, આશ્લેષા નક્ષત્ર નક્ષત્ર, કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફારમા, એગ્રો, બેન્ક, ફાયનાન્સ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા, જીરા, એલચી, મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
મંગળવાર, તા. 9-7- 2024, મઘા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, માઇનિંગ, એગ્રો કેમિકલ્સ, ઇન્ફ્રા., સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. મરચું, ગુવારગમ, ગુવાર સીડ અને તલ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા.10-7-2024, મઘા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, કેમિકલ્સ, ફિલ્મ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં તલ, મેન્થા, મગફળી, જવ પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા.11-7-2024, પૂ.ફા. નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, ડેરી, ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, હળદર, તલ, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા.12-7-2024, ઉ.ફા. નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, જી.એસ.યુ., એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, ધાણા, જીરુ પ્રભાવિત થવાની ધારણા છે.








