Business Astro / શેર બજારમાં રોકાણ કરો છો? જાણો જ્યોતિષ અનુસાર આ અઠવાડિયે કેવું રહેશે શેરબજાર
ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 28 મે મંગળવારથી 31 મે શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
મંગળવાર, તા. 28-5-2024, ઉ.ષા. નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય બેથી ત્રણ દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પી.એસયુ, ઇન્ફ્રા, પાવર, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર, અને નિકલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં સોયાબીન, હળદર, મકાઇ, સરસવ, અને ચીલી પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 29-5-2024, ઘનિષ્ઠા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, પાવર, અને આઇટી સેક્ટ, ગેસ કંપની, માઇન, ટ્રાન્સપોર્ટ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ. ધાણા અને જીરું પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા. 30-5-2024, શત તારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફ્રામા,એગ્ર, માઇન, ગવર્નમેન્ટ, અને ટ્રાન્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર અને ક્રુડ ઓિલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, એરંડા, જવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 31-5-2024, પૂ.ભા. નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, શિપિંગ, ફૂડ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, હળદર, સોયાબીન અને મકાઇ પ્રભાવિત થવાની ધારણા છે.








