મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro / શેર બજારમાં રોકાણ કરો છો? જાણો આવતા અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ

business astro stock market prediction from 15 july to 19 july | ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્યBusiness Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારન

Business Astro / શેર બજારમાં રોકાણ કરો છો? જાણો આવતા અઠવાડિયામાં કેવું રહેશે માર્કેટ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 15 જુલાઈ સોમવારથી 19 જુલાઈ શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા.15-7-2024, સ્વાતિ નક્ષત્ર, તુલા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, માઇનિંગ, એગ્રો અને ઇન્ફ્રા  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, તલ, કપાસ  પ્રભાવિત થવાની ધારણા છે. 

મંગળવાર, તા.16-7- 2024, વિશાખા  નક્ષત્ર, તુલા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, ઇન્ફ્રા, ડેરી સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને નિકલ  પ્રભાવિત થવાની ધારણા છે. હળદર, સોયાબીન, મકાઇ, સરસવ, મરચાં પ્રભાવિત થવાની શક્યતા છે.  

બુધવાર, તા.17-7-2024, અનુરાધા  નક્ષત્ર, વૃશ્ચિક  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી માહોલ રહેવાની શક્યતા  છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, એનર્જી, માઇન અને કોમ્યુનિકેશન  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં  ગોલ્ડ અને સિલ્વર તેમજ એનર્જી બાસ્કેટમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જીરા, ધાણા અને જવ   પ્રભાવિત થવાની ધારણા છે. 

ગુરૂવાર, તા.18-7-2024,  જ્યેષ્ઠા  નક્ષત્ર, વૃશ્ચિક  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2  દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, બેન્ક, ફાયનાન્સ અને એજ્યુકેશન  સેક્ટરના શેરો  પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર  પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા, જીરુ, મેન્થા  પ્રભાવિત  થવાની શક્યતા છે. 

શુક્રવાર, તા.19-7-2024, મૂળ  નક્ષત્ર, ધન  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  ફાર્મા, એગ્રો, માઇન, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ગુવારગમ, ગુવાર સીડ, મગફળી, તલ  પ્રભાવિત થવાની ધારણા છે. 

આ સમાચાર શેર કરો