Business Astro / નવી સરકાર બનતા જ માર્કેટમાં તેજી, જાણો આ અઠવાડિયે કેવું રહેશે શેરબજાર, ક્યાં સેક્ટરના ભાવો ઉંચકાશે?
business astro stock market prediction from 11 june to 14 june 2024 | ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શ

ડો. હેમિલ લાઠિયા - જ્યોતિષાચાર્ય
Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 11 જૂન મંગળવારથી 14 જૂન શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :
મંગળવાર, તા.11-6-2024, આશ્લેષા નક્ષત્ર,કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય બેથી ત્રણ દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. એનર્જી બાસ્કેમાં ક્રુડ ઓઇલ અને મેટલમાં ગોલ્ડ, સિલ્વર, પ્રભાવિત થવાની ધારણા છે. એરંડા, ગુવારગમ, ગુવારસીડ, ધાણા અને જીરા પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા.12-6-2024, મઘા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક રહેવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફારમા, એગ્રો, કોમ્યુનિકેશન, આઇ.ટી, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, એલચી, મેન્થા અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરૂવાર, તા.13-6-2024, પૂ.ફા.નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, મેનેજમેન્ટ, ફૂડ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપા, હળદર, મકાઇ, ચણા, સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા.14-6-2024, ઉ.ફા.નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, એક્સપોર્ટ, ફૂડ, કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં એરંડા, જવ, ગુવાર ગમ, ગુવાર સીડ, તલ પ્રભાવિત થવાની ધારણા છે.








