મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 1થી 5 એપ્રિલ કેવું રહેશે શેરબજાર, ક્યાં સેક્ટરમાં જોવા મળશે તેજી

- ડો. હેમિલ લાઠિયા – જ્યોતિષાચાર્ય Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્

Business Astro / જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 1થી 5 એપ્રિલ કેવું રહેશે શેરબજાર, ક્યાં સેક્ટરમાં જોવા મળશે તેજી

- ડો. હેમિલ લાઠિયા – જ્યોતિષાચાર્ય

Business Astro : આ અહેવાલમાં જ્યોતિષશાસ્ત્રના આધારે શેરબજારને લગતી કેટલીક ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તારીખ 1 એપ્રિલ સોમવારથી 5 એપ્રિલ શુક્રવાર સુધી શેરબજાર કેવું રહેશે તેની કેટલીક માહિતી આ મુજબ છે :

સોમવાર, તા 1-4-2024, મૂળ નક્ષત્ર, ધન રાશિ

જ્યોતિષિય ગણતરીની સંભાવનાઓને જોતા શેરબજારમાં આજે તેજી રહેશે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, માઇન, ટ્રાન્સપોર્ટ, એક્સપોર્ટટ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં ગોલ્ડ સિલ્વર, પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગફળી, તલ રાયડો અને સરસવ પ્રભાવિત થવાની સંભાવના છે.

મંગળવાર, તા. 2-4-2024, પૂ. ફા નક્ષત્ર ધન રાશિ

જ્યોતિષીય ગણતરીના આધારે જોઇએ તો આજે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. ફાર્મા, કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, હોટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ, રાયડો અને મરચા પ્રભાવિત થવાની શક્યતા છે.

બુધવાર, તા. 3-4-2024, ઉ.ફા. નક્ષત્ર, મકર રાશિ

જ્યોતિષીય ગણતરીના આધારે જોઇએ તો આજે શેરબજારમાં તેજી રહેશે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. ગવર્નમેન્ટ, પીએસયુ, બેન્ક, ફાયનાન્સ, આઇટી, ફાયનાન્સ, આઇ.ટી, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની શક્યતા છે. એગ્રી કોમોડિટીમાં તલ, મગ, મેન્થા, ધાણા, જીરા પ્રભાવિત થવાની શક્યતા છે.

ગુરૂવાર, તા. 4-4-2024, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ

ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેની જ્યોતિષીય ગણતરીના આધારે જોવામાં આવે તો આજે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય એકથી બે દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. મેનેજમેન્ટ, શિપિંગ, ટ્રાન્સપોર્ટ, એક્સપોર્ટ, એરપોર્ટ સેક્ટરમાં શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ અને કોપર પ્રભાવિત થવાની શક્યતા છે. એગ્રી કોમોડિટીમાં હળદર, સોયાબીન, મકાઇ, સરસવ, પ્રભાવિત થવાની સંભાવના છે.

શુક્રવાર, તા. 5-4-2024, ઘનિષ્ઠા નક્ષત્ર, કુંભ રાશિ

ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેની જ્યોતિષીય ગણતરીના આધારે જોવામાં આવે તો આજે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. હોટેલ, ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ, ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં ગોલ્ડ, નિકલ, સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ચણા, જવ, તલ, મરચા અને રાયડો પ્રભાવિત થવાની સંભાવના છે.

આ સમાચાર શેર કરો