BSEનો મોટો નિર્ણય: ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં પ્રી-ઓપન ટ્રેડિંગ સત્ર શરૂ થશે, 6 ઓક્ટોબરથી ટેસ્ટિંગ શરૂ થશે

BSE: દેશના મુખ્ય શેરબજાર બીએસઈએ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એક્સચેન્જ 8 ડિસેમ્બર, 2025થી ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટ એટલે કે, ફ્યુચર અને ઓપ્શન્સમાં પ્રી-ઓપન ટ્રેડિંગ સેશન શરૂ કરવા જઇ રહ્યું છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત ઇક્વિટી સેગમેન્ટ પૂરતી મર્યાદિત હતી, પરંતુ ટૂંક સમયમાં રોકાણકારો અને વેપારીઓ બજાર ખુલતા પહેલા ડેરિવેટિવ્ઝમાં પણ ઓર્ડર આપી શકશે. આ ફેરફારનો હેતુ ટ્રેડિંગને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
મુંબઈ શેરબજારે એ સ્પષ્ટતા કરી છે કે, આ સુવિધા માટે કોઇ નવા ટેકનોલૉજી સેટ અપની જરૂર નહીં પડે. આ પ્રી-ઓપન સત્ર હાલના એપીઆઇ અને ડેટા બ્રોડકાસ્ટ સિસ્ટમ પર કામ કરશે.બીએસઈએ નિવેદનમાં જણાવ્યું છે કે, જે રીતે ઇક્વિટી સેગ્મેન્ટમાં પહેલાથી જ પ્રિ ઓપન સેશનની સુવિધા અત્સિત્વમાં છે તે જ રીતે મેસેજ સ્ટ્રક્ચર અને ફિલ્ડ ડેફિનેશન હવે ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં પણ અમલી બનશે.
ટેસ્ટિંગ 6 ઓક્ટોબર 2025થી કરવામાં આવશે
બીએસઇએ જણાવ્યું હતું કે આ સંબંધિત ફેરફારો 6 ઓક્ટોબર 2025થી ટેસ્ટિંગ (સિમ્યુલેશન) વાતાવરણમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી ટ્રેડિંગમાં કોઈ સમસ્યા ન આવે. બીએસઈએ ટ્રેડિંગ સભ્યો અને થર્ડ-પાર્ટી ફ્રન્ટ-એન્ડ એપ્લિકેશન વિક્રેતાઓને અપીલ કરી છે કે તેઓ તેમની અરજીઓમાં જરૂરી ફેરફારો કરે અને નવી સિસ્ટમના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે પરીક્ષણ વાતાવરણમાં તેનું પરીક્ષણ કરે.
28 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં વેચવાલીનો દોર ચાલુ રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા, જેના કારણે મૂડી બજાર સંબંધિત શેરો પર પણ દબાણ આવ્યું. બજારમાં આ નબળાઈ તે સમયે જોવા મળી રહી છે, જ્યારે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 25 ટકાના વધારાના 25 ટકા ટેરિફ ભારતીય નિકાસ પર અમલી બની ગયા છે. આના કારણે રોકાણકારો ચિંતિત થઈ ગયા અને ઘણા મુખ્ય શેરો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. આજે સેન્સેક્સ 705 પોઈન્ટના ઘટાડા સાથે 80,080 પર બંધ થયો. નિફ્ટી પણ 211 પોઈન્ટ ઘટીને 24,500 પર બંધ થયો.

